પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યા – ૨૫ જાન્યુઆરી ૨૦૨૦ ને શનિવારે- રાત્રે ૮.૩૦ કલાકે – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા સ્થિત આર. ટી. શાહ સ્કૂલ (પંચનાથ મહાદેવ મંદિરની સામે) ખાતે ‘સ્વરાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. શાળાનાં વિદ્યાર્થી માટે ખાસ આ કાર્યક્ર્મ સવારે ૯ કલાકે પણ યોજાશે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરક કાર્યક્ર્મનું આયોજન થયું છે.
વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (અમદાવાદપુણે) દેશભક્તિ તેમજ જૂનાં સદાબહાર ગીતો રજૂ કરશે.
ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળે પુષ્પાંજલિ અર્પણ થશે. સરકારી તાલુકા પુસ્તકાલયમાં મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યનું પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે.