જામનગરનાં અંધજન તાલિમ કેન્દ્ર સભાગૃહમાં
ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમી-ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સંસ્થાના પ્રમુખ ચંદુલાલ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં લોકગાયક અશોક પંડયા અને સાથી કલાકારોએ કરી જમાવટ
અબતક,રાજકોટ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભકિત ગીતો, શૌર્યગીતો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચીત કાવ્યો-લોકગીતો-ગીતો-દુહા, છંદનો સાહિત્ય સભર કાર્યક્રમ તા.3 ડિસેમ્બરે જામનગરના એરોડ્રામ રોડ ખાતે આવેલ અંધજન તાલિમ કેન્દ્ર સંસ્થાના સભાખંડમાં રાખવામાં આવ્યો હતો.
ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સંસ્થાના પ્રમુખ ચંદુલાલ રાયચંદ શાહના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ લોકડાયરો કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે ટ્રસ્ટી મનીષભાઈ મારૂ તથા સંસ્થાનાક માનદ મંત્રી ડો. પ્રકાશભાઈ મંકોડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગણપતિ વંદનાથી શરૂ થયેલ લોકડાયરાના કાર્યક્રમમાં રેડિયો, ટીવી કલાકાર અશોક પંડયા, લોકગાયક પ્રદિપ બારોટ, લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર અશ્ર્વીન પ્રજાપતિએ સાજીંદાઓ હાજીભાઈ ઢોલક- તબલા-ઢોલ, પ્રિતેશભાઈ બેંજો, તેમજ મજીરાના માણીગરોના સથવારે લોકડાયરાના વિશાલ શ્રોતાજનો અને મહાનુભાવો સતત ચાર કલાક સુધી દેશભકિતગીતો શૌર્યગીતો અને મેઘાણી ગીતોની ગુંજમાં રસ તરબોળ થયાહતા.
લોકગાયક અશોક પંડયા અને પ્રદિપ બારોટેએ લોકોમાં અને ખાસ કરીને યુવાનોમા દેશદાજ પ્રગટે તેવા આશયથી દેશભકિત લોકસાહિત્યની સાથે સાથે દેશભકિતના હિન્દી ગીતો જેવા કે યે દેશ હે વિર જવાનો કા, હર કરમ અપના કરેગેં હે વતન તેરે લીયે, મેરે દેશકી ધરતી, છોડો કલકી બાતે, કલકી બાત પુરાની ગીતો ઉપરાંત શિવાજીનું હાલ્લડું તેમજ મેઘાણી રચીત લોકગીતો, કાવ્યો, દુહા, છંદ વગેરે સહિત લગ્નગીતો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.
સાહિત્યકાર-હાસ્ય કલાકાર અશ્ર્વિન પ્રજાપતિએ લોકસાહિત્યની વાતોને વણી લઈ 14 વર્ષની ચારણ ક્ધયા રજૂ કરી લોકોના દીલ જીતી લીધા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ ચંદુભાઈ શાહે તથા ટ્રસ્ટી મનિષભાઈ મારૂએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમઅંગે લોક સંસ્કૃતિની જાળવણી અને તેના પ્રચાર-પ્રસાર માટે ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમીની સરાહના કરી હતી.
માનદ મંત્રી પ્રકાશભાઈ મંકોડીએ ઉમેર્યું હતુ કે આજનો કાર્યક્રમ આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી, ભાગ તેમજ ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મજયંતિ તેમજ વિશ્ર્વ વિકલાંગ દિવસ આમ ત્રિવેણી સંગમ રૂપ ઉજવણીના ભાગ રૂપે યોજાયેલ નલોકડાયરોથ ખૂબજ મન મોહક રહ્યો છે. સાથે સાથે દેશની આઝાદી, દેશભકિત અને દેશદાજના ગીતો, સાહિત્ય સભર કાર્યક્રમ દ્વારા સમાજમાં એક મેસેજ વહેતો કરવાનો અશોક પંડયા અને સાથીકલાકારોનો પ્રયાસ પ્રસંશનિય રહ્યો છે. તેમજ આવા કાર્યક્રમો બદલ ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમી ગાંધીનગરની પણ ખૂબ પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના અધ્યક્ષ જયંતિલાલ ચોટાઈ, આચાર્ય માધવી ભટ્ટ, તેમજ શિક્ષકો, હેમલતા ભેટારીયા, સુરન્દ્રસિંહ જાડેજા, રમેશ કલસરીયા, મહેશ દેંગડા, ભારતીબેન હુબલ, ગૃહપતિ જીજ્ઞેશ રાયચૂરા તેમજ અનિરૂધ્ધસિંહ ગઢવીએ ભારે જહેમત ઉઠાવી હતી.