જહાં ડાલ-ડાલ પર સોનેકી ચીડીયા કરતી હૈ બસેરા જેવા બાળકોના કંઠે ગવાયેલા દેશભકિતના ગીતોથી ગુંજયો રાષ્ટ્રપ્રેમનો નાદ
અબતક, રાજકોટ
બાલભવન રાજકોટ દ્વારા 11 થી 16 વર્ષ સુધીનાં બાળકો માટે શારીરિક તેમજ માનસિક વિકાસને વેગ મળે તે હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ રમત ગમત તથા સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. 11 થી 16 વર્ષના બાળકો માટે દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ હતી.
રૂપેરી પરદે સર્જલાને યુગો સુધી વિસરાય નહી તેવા 1965-70 થીલઇને અત્યારના સમયનાં દેશભકિત ગીતો પોતાના બાળક, ઢાળમાં, બાળ સુરો અને બાળ તાલ સાથે બાળકોનાં કંઠે રેલાતા બાલભવનમાં ઉ5સ્થિત મહેમાનો, વાલી દર્શકો બધા જ રાષ્ટ્ર પ્રેમમાં ગરકાવ થઇ ગયા હતા.
જેની દેસાઇ પ્રથમ, સુરજ જરીયા દ્વિતીય અને રૂચિત વાસાણી તૃતીય સ્થાને વિજેતા જાહેર થયા હતા.
અવનવા ફયુઝન, વેસ્ટર્ન તેમજ ગુજરાતી ફોક સોંગ પર થીરકતા ભૂલકાઓમાં બાળકદમને નિહાળવાનો અનેરો આનંદ
રાજકોટના રંગકર્મી નયનભાઇ ભટ્ટ તથા બામ્બુ બીટસના રાજુભાઇ ગઢવી તેમજ નિર્ણાયકો રીટાબેન ચૌહાણ અને જયેશભાઇ ભટ્ટ સાથે બાલભવન સ્ટાફ પરિવારના સભ્યો દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરુઆત કરાઇ હતી.
જયારે 10 થી 16 વર્ષના બાળકો માટે ફોક-વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધા યોજાઇ હતી.
અવનવા ફયુઝન, વેસ્ટર્ન તેમજ ગુજરાતી ફોક સોંગ પર ભૂલકાઓને થીરકતા જોવાનો અનેરો આનંદ ઉ5સ્થિત મહેમાનો તથા વાલી દર્શકોએ માણ્યો હતો.
રાજકોટના રંગ કર્મી અને અઘ્યાપક સંજયભાઇ કામદાર તથા નિર્ણાયકો પૂજાબેન ધોળકીયા અને નિરજભાઇ દોશી સાથે બાલભવન રાજકોટના ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કીરીટભાઇ વ્યાસ દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને શરુઆત કરાઇ હતી. ફોક વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધામાં ત્રિજા ક્રમાંક માટે ટાઇ થતા કુલ ચાર બાળકોને સન્માનીત કરાયા હતા. જેમાં જાન્શી વાગડીયા પ્રથમ, ધ્રુવી ઝીઝુવાડીયા દ્વિતીય અને પૃથ્વી ચૌહાણ તૃતીય સ્થાને વિજેતા જાહેર થયા હતા. તેમજ નંદીની મારુને પ્રોત્સાહન રુપે ચોથા ક્રમાંકે વિજેતા જાહેર કરાયા હતા.
કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પંડયા દ્વારા કરવામાં આવ્યુઁ હતું. દેશભકિત ગીતોથી બાલભવનમાં રાષ્ટ્ર પ્રેમ ગુંજતા બાલભવનના માનદ મંત્રી મનસુખભાઇ જોષી તેમજ ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી (હેલીબેન) બાળકોને હંમેશા આવી જ રીતે રાષ્ટ્રપ્રેમમાં અગ્રેસર રહેવા આહવાન કર્યુ હતું.