પિતૃ ઋણમાંથી મુકિત માટે પિતૃપક્ષમાં વિધિવિધાનથી શ્રાદ્ધ અને પિંડદાન કરાય છે
આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે. ૧૬ દિવસનું આ પિતૃતર્પણ ભાદરવા સુદ પુનમથી શરૂ થઈ ભાદરવા વદ અમાસ સુધી ચાલશે. આ દિવસો દરમ્યાન પુત્ર, ભાઈ, પૌત્ર, પપૌત્ર સહિત મહિલાઓ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે પિંડદાન કરશે.
પિતૃ ઋણમાંથી મુકિત માટે પિતૃપક્ષમાં વિધિવિધાનથી શ્રાદ્ધ અને પિંડદાન કરાવે છે. પિતૃઓને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધપૂર્વક પ્રિય ભોજન અપાય છે તેને શ્રાદ્ધ કહેવાય છે.
પિતૃઓને તૃપ્ત કરવા કાગવાસ નાખવામાં આવે છે. જોકે હવે શહેરોમાં કાગડાની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે ત્યારે પિતૃઓની તૃપ્તી માટે પિંડદાન પણ કરવામાં આવે છે. કાગડાને પિતૃઓનાં વાહક માનવામાં આવે છે. પીંડદાનગ્રહણ કરવા કાગડો માધ્યમ ગણાય છે તેને પિતૃ સ્વરૂપ માનવામાં આવે છે. જોકે ક્રોકિંટનાં જંગલમાં અન્ય પક્ષીઓની જેમ કાગડાઓની સંખ્યા પણ ઘટી રહી છે ત્યારે શ્રાદ્ધ પક્ષ નિમિતે બનાવેલ ભોજન ગાયને આપવામાં આવે છે કેમ કે ગાયને આપણે માતાનો દરજજો આપ્યો છે અને તેમાં પણ ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે.