ગ્રામ્ય વિસ્તાર સદસ્ય થી લઇ સંસદ સુધીના આગેવાનો ની ઉપસ્થિતિ

ગીર સોમનાથ જીલ્લા ના જશાપુર ગીર ગામે પાટીદાર એકતા સમીતી ની બિનરાજકીય પણ રાજકીય બાબતોને અનુરુપ જ મહત્વની મીટીંગ યોજાઇ હતી જેમા જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર ના સદસ્ય થી લઇ સંસદ સુધીના આગેવાનો ની બહોળી હાજરી હતી.જેમા મહત્વના નિર્ણયોને ને સ્થાન અપાયુ હતું.

જેમ જેમ લોકસભા ની ચૂટણી નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ વિવિધ સમાજના આગેવાનો દ્રારા શકિત પ્રદશઁન કોઇને કોઇ બહાને કરવામા કોઇ કસર છોડતા નથી .ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા તાલુકાનાં જશાપુર ગીર ગામે પાટીદાર એકતા સમીતી ની બિનરાજકીય મહત્વ ની મિટીંગ યોજાઇ હતી.જેમા પૂર્વ સાસંદ મોહનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને  જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા ના તમામ ગ્રામ્ય વિસ્તાર ના સરપંચો,સદસ્યો,જીલ્લા પંચાયત ના પ્રમુખ,સદસ્યો,નગરપાલિકા ના પ્રમુખ,નગરસેવકો,પૂર્વ ધારાસભ્યો,પૂર્વ સાસંદો,રાજકીય પાર્ટી ના હોદેદારો,ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

જેમા લેવા પટેલ અને કડવા પટેલ બન્ને એક કરવા,આગામી દિવસોમાં સમસ્ત પટેલ સમાજના ભવ્ય સમૂહલગ્નોત્સવ યોજવા,સમાજમા શિક્ષણ નો વ્યાપ વધારવો,બેટી બચાવો – બેટી વધાવો નુ અભીયાન ચલાવવુ,લેવા પટેલ અને કડવા પટેલ એકબીજા સાથે દીકરી વ્યવહારો કરવા,આગામી ચૂંટણીમાં શકિત પ્રદર્શન કરવુ,સમાજના યુવાનોને વિશેશ મહત્વ આપવુ,પાટીદાર સમાજને યોગ્ય દિશા તરફ વાળવો આ સહીતના મુદાઓ સાથે બિનરાજકીય સંમેલન યોજાયુ હતુ કાર્યક્રમની શરુંઆત પહેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.