ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમની સરવાણી
રણછોડનગર વિસ્તારના વૈષ્ણવો રાહ જોઇ રહ્યા હતા. તે આશા-મનોરથ કડી કોટા અમદાવાદના આચાર્ય રત્ન નિ.લી.ગો. પુરૂષોતમલાલજી મહારાજ તથા નિ.લી.ગો. ગોવિંદરાયજી મહારાજ ના આશીર્વાદ થી પૂ.પા. ગોસ્વમી 108 રાજેશકુમારજી મહારાજ ના અઘ્યક્ષતામાં તથા ગોસ્વામી કૃષ્ણકુમારજી મહોદય એવમ ગોસ્વામી કુંજેશકુમારજી મહોદય ના મનોરથ સ્વરુપે અને પ્રેરણાથ તથા વૈષ્ણવોના મનોરથ પૂર્ણ કરવા 23/28 રણછોડનગર સોસાયટી, પેડક રોડ ખાતે ‘પુષ્ટિધામ હવેલી’નું નિર્માણ કાર્ય પુર્ણ થતા આગામી તા. 1-9-2ર થી 4-9-22 સુધી વિવિધ કાર્યક્રમો સાથે મંગલ પ્રારંભ પાટોત્સવનું આયોજન થયેલ છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા પૂ. રાજેશકુમાર મહારાજ જણાવ્યું હતું કે તા. 1-9-22 થી 3-9-22 દરમિયાન દરરોજ બપોરના 3 થી 6 ગોસ્વામી શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રી શ્રીમદ્દ ભાગવત દશમ સ્કંધ પર કથાનું રસપાન કરાવશે. એવમ દરરોજ રાત્રિના વિવિધ કાર્યક્રમો થશે તેમજ નિત્ય આચાર્ય ના વચનામૃત થશે. પુષ્ટિધામ હવેલી 23/28 રણછોડનગર
તા. 3-9-22 શનિવાર સાંજે કથા વિરામ બાદ ભવ્ય શોભાયાત્રા (સામૈયુ) પુષ્ટિધામ હવેલીએથી સ્કુટર સવારો બગી બેન્ડવાજા કીર્તનયા મંડલી રાસ મંડળી તથા વૈષ્ણવ પરિવેશમાં હાથમાં ધજા પતાકા સાથે હજારો વૈષ્ણવો સાથે શોભાયાત્રા પ્રસ્થાન થઇ રણછોડનગર તથા પેડક રોડના વિવિધ વિસ્તારોમાં ફરતાં ફરતાં વાજતે-ગાજતે ફરી પુષ્ટિ ધામ હવેલી પહોંચશે.
તા. 4-9-22 ને રવિવાર રાધા અષ્ટમીના પવિત્ર દિવસે રાજકોટના વૈષ્ણવો જેની આતુરતાથી રાહ જોતા હતા તે મંગલ ઘડી એટલે પુષ્ટિધામ હવેલી મંગલ પાટોત્સવના દિવસે સવારે 10 કલાકે નંદ મહોત્સવ પલના સવારે 11 કલાકે તિલક આરતી તથા બપોરે 3 કલાકે આર્યનગર હોલમાં ભવ્ય ધર્મસભા થશે. તેમજ બપોરના ચાર કલાકે આર્યનગર કોમ્યુનીટી હોલ પેડક રોડ ખાતે ભવ્ય છપ્પન ભોગ બડોમનોરથ દર્શન તથા રાત્રે વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવામાં આવશે.ભવ્ય પાયોત્સવ મહોત્સવને સફળ બનાવવા અરવિંદભાઇ ભેસાણીયા, સુરેશભાઇ રૈયાણી, સુરેશભાઇ ફીચડીયા, કેતનભાઇ પિત્રોડા, પુરુષોતમભાઇ કોટડીયા, નાગજીભાઇ સંચાણીયા, હર્ષદભાઇ જોગી, તન્મયભાઇ સાવલીયા, કમલેશભાઇ કંસારા, પન્નાબેન મેર તથા અર્પતાબેન વઢવાણા વગેરે વૈષ્ણવો કાર્યરત છે. અનેરો ઉત્સાહ સાથે રણછોડનગર ના વૈષ્ણવો મા: અનેર સમીતીના કાર્યકર્તાઓમાં જોવા મળે છે.