નાની બહેનની છેડતી કરતા શખ્સને સમજાવવા જતા પથ્થર અને ઢીકાપાટુ માયા
પાટણવાવ નજીક આવેલા નાની મારડ ગામના ગરાસીયા શખ્સને છેડતી બાબતે મહિલા કોન્સ્ટેબલ સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલા કોન્સ્ટેબલ અને તેની નાની બહેનને પથ્થર અને ઢીકાપાટુ માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાની મારડ ગામે રહેતી જલ્પાબેન વિરાભાઈ કોઠીયાતર અને તેની મોટી બહેન મહિલા કોન્સ્ટેબલ હીનાબેન કોડીયાતરને તેના જ ગામના રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજાએ પથ્થર અને ઢીકાપાટુ માર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જલ્પા કોડીયાતરની રાજદીપસિંહ જાડેજા છેડતી કરતો હોવાથી તેની મોટી બહેન મહિલા કોન્સ્ટેબલ હીનાબેન કોડીયાતર નાની મારડ ગામના ભોળાનાથ મંદિર પાસે વેલનાથ પાનની દુકાને રાજદીપસિંહ જાડેજાને સમજાવવા ગયા ત્યારે તે ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી હીનાબેને પથ્થર મારવા જતા જલ્પાબેન વચ્ચે આવી જતા તેણીના માથામાં પથ્થર માર્યો હતો. અને મહિલા કોન્સ્ટેબલ હીનાબેનને ઢીકાપાટુ મારતા બંને બેનને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પાટણવાવ પોલીસ મથકના પી.એસ.આઈ. વી.કે. કોઠીયા અને મહિલા કોન્સ્ટેબલ દિવ્યાબેન ભાયાભાઈએ નાની મારડના રાજદીપસિંહ જાડેજા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.