રાજકોટ જિલ્લામાં ભીમ અગીરસની જુગારની મૌસમ પુર બહાર ખીલી હોય તેમ ઠેર ઠેર જુગાર રમવાનું શરૂ થતા રૂરલ પોલીસે છ સ્થળે જુગાર અંગે દરોડા પાડી રૂા.2.28 લાખના મુદામાલ સાથે 46 શખ્સોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન બે શખ્સો ભાગી ગયા છે.
જુગાર રમતા 46 શખ્સોની રોકડ, બાઇક અને મોબાઇલ મળી રૂા.28 લાખનો મુદામાલ કબ્જે
જેતપુર, જસદણ, ભાડલા અને આટકોટમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડયા
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ભદ્રેશ નારણ વેકરીયાના મકાનમાં જુગાર રમતા ભદ્રેશ વેકરીયા, નિકુંજ આસોદરીયા, રોનક વેકરીયા, લાલજી વેકરીયા અને દિનેશ આસોદરીયા નામના શખ્સોને રૂ.10,200ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.
જસદણના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા મહેશ વસાણી, મુકેશ રાઠોડ, કાળુ ચાવડા, પિન્ટુ સાકરીયા અને રાહુલ મકવાણા નામના શખ્સોને રૂા.10,380ની રોકડ સાથે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન હાર્દિક સેદાણી અને વાલા ચાવડા નામના શખ્સો ભાગી જતા તેની શોધખોળ હાથ ધરી છે.
જસદણના બેલડા ગામે રહેતા હરેશ સોલંકીના મકાનમાં જુગાર હરેશ સોલંકી, ભરત કોળી, વિશાલ કોળી, નિલેશ કોળી, અશોક કોળી, વિષ્ણું કોળી, રવિ કોળી, દિનેશ કોળી, સંજય બાવાજી અને શૈલેષ કોળી નામના શખ્સોને રૂા.26,300ના મુદામાલ સાથે ઝડપાયા છે.
ભાડલામા જાહેરમા જુગાર રમતા વલ્લભ કોળી, રવિ કોળી, ભરત કોળી, વિક્રમ કોળી, સંજય કોળી, શિવરાજ કોળી, મનસુખ કોળી, જયરાજ કોળી, રસિક કોળી, જયરાજ દેહા, મનસુખ વેલા, કલ્પેશ વલ્લભ, અરવિંદ છના, વિહા બીજલ અને રમેશ ગગજી નામના શખ્સોની રૂા.76,700ના મુદામા સાથે પોલીસે ધરપકડ કરી છે.
આટકોટ નજીક આવેલા જુના જસાપર ગામે રહેતા પ્રવિણ હમીર ભટ્ટીની વાડીમાં જુગાર રમતા પ્રવિણ ભટ્ટી, મહેશ કાના, પ્રવિણ પરસોતમ, બાબુ મંગા, છગન દેવશી અને વલકુ જાદવ નામના શખ્સોની રૂા.94 હજારના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.