ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાત ભાજપાનાં નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દિલ્હી ખાતે તેઓની લીધેલી મુલાકાત દરમ્યાન અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. દક્ષિણ ગુજરાતમાં ભાજપા સંગઠનને મજબુત બનાવવામાં પાટીલે પોતાનું અમુલ્ય યોગદાન આપેલ છે. સાથે- સાથે પોતાના લોકસભા ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના પ્રત્યેક નાગરિકના હિતોની રક્ષા માટે તેઓએ સતત જાગૃત રહીને લોક કલ્યાણકારી અનેક પ્રવૃતિઓને વેગ આપ્યો છે. ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા સી.આર.પાટીલ તેમના પરોપકારી અભિગમ અને પ્રજાજનોની મુશ્કેલીમાં પડખે ઉભા રહેવાના વલણને કારણે અપાર લોકચાહના ધરાવે છે. પાટીલે વિવિધ સંગઠનલક્ષી જવાબદારીઓનું સફળતાપુર્વક વહન કર્યું છે. તેઓના બહોળા રાજનૈતિક અનુભવનો લાભ ગુજરાત ભાજપા સંગઠનને મળશે અને સંગઠન વધુ મજબુત બનશે. સાથે – સાથે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા કાર્યરત જન કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક છેવાડાના માનવી સુધી સંગઠનના માધ્યમથી પહોચશે અને પં. દીનદયાલ ઉપાધ્યાયજીના અંત્યોદય નો સિધ્ધાંત ચરીતાર્થ કરવામાં વધુ વેગ મળશે તેવો આશાવાદ શાહે વ્યક્ત કર્યો હતો.
Trending
- CES 2025ના શ્રેષ્ઠ ઉપકરણો…
- અરવલ્લી: મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા બહેરામુંગા સ્કૂલના બાળકોને ઉંધિયું,પુરીનું ભોજન પીરસાયું
- સાબરકાંઠા: પ્રાંતિજના કાટવાડ નજીક નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત
- અમરેલી બંધના એલાનને ફિક્કો પ્રતિસાદ
- ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- મહાકુંભ વિશ્ર્વભરની યુનિવર્સિટીને ‘પાઠ’ ભણાવશે
- કૌશલ્યવાન રમતવીરોને શોધી કાઢવા ગુજરાત સરકાર ટાસ્ક ફોર્સની રચના કરશે
- સિંધુ નદીના પટ્ટમાં સંગ્રહાયેલું રૂ.60 હજાર કરોડનું સોનું પાકિસ્તાની સરકાર બદલાવશે કે અંધાધૂંધી ફેલાવશે?