ફૂટપાથ પર અને રોડ-રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ હશે તેવી તમામ રેકડી-કેબીનો હટાવવાની ઝુંબેશ ચાલુ જ રખાશે
રાજમાર્ગો પરથી નોનવેજ અને ઇંડાની રેકડીઓ હટાવવા માટે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે શરૂ કરેલી ઝુંબેશની રાજ્યવ્યાપી ભરપૂર સરાહના થઇ રહી છે. દરમિયાન ગત શનિવારે રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું નિવેદન આપ્યું હતું કે તમામ લોકોને ધંધો-રોજગાર કરવાનો હક્ક છે અને નાગરિકોને શું ખાવુ અને શું ન ખાવુ તે નક્કી કરવાનો અધિકાર રહેલો છે. રાજમાર્ગો પરથી નોનવેજ અને ઇંડાની લારીઓ નહીં હટાવવામાં આવે દરમિયાન કોર્પોરેશને મક્કમપણે પાટીલના આદેશનો ઉલાળીયો નક્કી કરી લીધું છે. દબાણના નામે નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
આ અંગે વિશ્ર્વસનીય સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ આ અભિયાનને નોનવેજ કે ઇંડાની લારી હટાવવાની ઝુંબેશ નામ આપવાના બદલે હવે દબાણના નામે નોનવેજના હાટડાનો સફાયો બોલાવવામાં આવશે. ફૂટપાથ પર અને ફૂટપાથ પર લોકોને નડતરરૂપ રાજમાર્ગ પરથી ઇંડાની લારી અને નોનવેજના હાટડાઓ હટાવવાનું ચાલુ રાખવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ત્રણ દિવસમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે.
જેમ કે, રસ્તા પર નડતર 05 રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, જલારામ-02, રવિરત્ન પાર્ક, ભીલવાસનો ખુણો, જ્યુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 78 અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
જે સંતકબીર રોડ, જલારામ 02, રામાપીર ચોકડી થી જપ્ત કરવામાં આવી હતી, 455 કિ.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જંક્શન રોડ અને જ્યુબેલી માર્કેટ બહાર પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.