કોર્પોરેશન દ્વારા 10 દિવસમાં રાજમાર્ગો પરથી રખડતા-ભટકતા326 પશુઓ પકડી લેવાયા
ગત સપ્તાહે રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓને એવી ટકોર કરી હતી કે રાજ માર્ગો પર રખડતા ઢોર અને મંદિરની બહાર ભીક્ષુકો ન હોવા જોઇએ રખડતા ઢોરના ત્રાસથી અકસ્માત સર્જાય છે. અને કેટલાક પરિવારે પોતાના આધાર સ્થંભ ખોવા પડે છે. પાટીલની આ ટકોરની અસર હવે રાજકોટમાં વર્તાવા લાગી છે.
રાજમાર્ગો ધીમે ધીમે રાખતા ઢોરથી મુકત થવા લાગ્યા છે. જો કે મંદિરોની બહાર હજી ભીક્ષુકોનો પથારો હટયો નથી. છેલ્લા 10 દિવસમાં રાજમાર્ગો પરથી 326 પશુઓ પકડી તેને ઢોર ડબ્બે મોકલી દેવામાં આવ્યા છે. હાલ ઢોર પકડ પાર્ટી દ્વારા સતત રાજમાર્ગો પરથી રખડતા ઢોર પકડી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેની અસર રોડ પણ દેખાવા લાગી છે. હવે રોડ પર ઢોર જોવા મળતા નથી. જો કે આ કામગીરી ટકોર કરી છે તેના કારણે કરવા પુરતી રાખવાના બદલે કાયમી ચાલુ રાખવી જોઇએ.
કોર્પોરેશનની ઢોર પકડ પાડી દ્વારા શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. છેલ્લા 10 િેદવસમાં શહેરના પેડક રોડ, ભાવનગર રોડ, ભગવતીપરા મેઇન રોડ, ફિલ્ડ માર્શલ વાડી, વેલનાથપરા, ગ્રીનલેન્ડ ચોકડી, માકેટીંગ યાર્ડ વગેરે વિસ્તારોમાંથી 74 પશુઓ, આજી ડેમ, માંડા ડુંગર, માનસરોવર ભીમરાવનગર, શ્યામકિરણ સોસાયટી, પ્રઘ્યુમન પાર્ક વિગેરે વિસ્તારોમાંથી 11 પશુઓ, રૈયાધારની આજુબાજુના વિસ્તારો, નિવિદિતાનગર, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક વિગેરે વિસ્તારોમાંથી 45 પશુઓ, શીતરપાર્ક, જામનગર રોડ, ભોમેશ્ર્વર, રેલનગર વિગેરે વિસ્તારોમાંથી 19 પશુઓ, શકિત સોસાયટી સંજયનગર મેઇન રોડ, ગોકુલ કવાર્ટસ પાસે રાજારામ સોસા. વિગેરે વિસ્તારોમાંથી 13 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી 13 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 326 પશુઓ પકડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.