ખેતી વિદ્યાયક બીલ સંસદમાં પસાર થવા બદલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ‘ઝૂમ’ એપ્લીકેશન મારફત પત્રકાર પરિષદ સંબોધી
‘અબતક’ મીડિયા દ્વારા પૂછવામાં આવેલાપ્રશ્નોનાં ગહનતા પૂર્વક જવાબ આપતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ
કેન્દ્ર સરકાર દ્વારા ભારતને ખેતી ક્ષેત્ર વધૂ ફાયદો મળે અને ખેડુતોની આવક બમણી સ્ત્રાય તે હેતુસર ખેતી વિદ્યાયક બીલોને લોકસભા અને રાજયસભામાંથી પસાર કરવામાં આવ્યા છે. જેમાં ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો. આ તકે સરકારની કામગીરીને બીરદાવવા ગુજરાત રાજયનાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પત્રકાર પરિષદ ઝુમ એપ્લીકેશન મારફતે યોજવામાં આવી હતી.
પત્રકાર પરિષદ સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ જેટલો વખત સતામાં રહી છતા તેને ખેડુતોનાંહિતમાં કોઈ જ કામ કર્યું નથી ત્યારે જે સમયે ભાજપ પક્ષ અને કેન્દ્ર સરકારને એમએસપીની ભલામણ કરવામાં આવી અને સૂચનો અપાયા, ત્યારે સરકારે સીધું જ સૂચનની અમલવારી શરૂ કરી દીધી હતી. જેથી ખેડુતોને સારા એવા રૂપીયા પણ મળ્યા હતા અને મળી પણ રહ્યા છે. હાલ ખેડુતોને ઉશ્કેરવા માટે કોંગ્રેસ અને વિરોધ પક્ષ કામ કરી રહ્યું છે. સી.આર. પાટીલનાં જણાવ્યા મુજબ જગતના તાતા એવા ખેડુત કોંગ્રેસ પક્ષને સહેજ પણ માફ નહિ કરે પ્રદેશ અધ્યક્ષે ખેડુતોને વિનંતી કરતા કહ્યું હતુકે, તેઓ કોઈપણ ભ્રામક વાતોમાં ન આવે, કેન્દ્ર સરકાર હરહંમેશ ખેડુતોનાં હિતમાં જ નિર્ણય લેતી હોઈ છે. જેને સમર્થન પણ મળે છે.
વધૂમાં પ્રદેશ અધ્યક્ષે માહિતી આપતા જણાવ્યું હતુ કે, ખેડુતોનુંહિત જળવાઈ રહે, તે માટે દેશમાં સિંગલ માર્કેટની વ્યવસ્થા હોવી જોઈએ. સી.આર. પાટીલે કોંગ્રેસ પક્ષ ઉપર શાબ્દીક પ્રહાર કરતા જણાવ્યું હતુકે, કોંગ્રેસે કોઈ દિવસ મેનીફેસ્ટોને ધ્યાને લીધું નથી અને લોકોને ભ્રામક વચનો જ આપ્યા છે. હાલ સરકાર ખેતીનાં માધ્યમથી માર્કેટ લીંકે જ કરવા માટે મહેનત કરી રહ્યું છે. વધુમાં ખેતી વિદ્યાયક બીલ વિશે માહિતી આપતા સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, જે ખેડુત કરાર આધારીત ખેતીનો વિકલ્પ પસંદ કરે છે, તો પણ ખેતીની જમીનની માલીકી ખેડુતોની જ રહેશે બીજી તરફ ખેતીનાં વિદ્યાયક બીલો જે સાંસદમાં પસાર થયો છે. તેનો ફાયદો ખેડુતોને પૂરતા પ્રમાણમાં મળશે, અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, સરકાર આગામી દિવસોમાં ખેડુતો માટે અનેક વિધ નવી યોજનાઓ જાહેર કરી શકે છે. તેમન જણાવ્યા મુજબ ભારત ખેતી પ્રદાન દેશ હોવા છતાં જે યોગ્ય વળતર મળવું જોઈએ, તે દેશને નથી મળી શકતું, ત્યારે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ અને તેના સહારાથી ખેતીને ઉચ્ચ સ્તરીય અને વધુ સુદ્દઢ બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે. બીજી તરફ સરકારનું વલણ પણ સ્પષ્ટ છે કે, ખેડુતોની આવક કેવી રીતે બમણી કરી શકાઈ.
ભાજપનાં કાર્યકરો પક્ષ માટે મહત્વનો ભાગ ભજવશે: સી.આર. પાટીલ
ઝૂમ મારફતે પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે ‘અબતક’નાં પ્રશ્ર્નોનાં જવાબ આપતા જણાવ્યું હતુ કે, સંગઠનમાં ફેરફાર એક વ્યવસ્થાનો ભાગ છે. કાર્યકરો જે સનિષ્ઠ કામગીરી કરી રહ્યા હોઈ, તેઓને વિશેષ જવાબદારી પણ સોપાશે અને કાર્યકરોનાં અનુભવનો પણ લાભ લેવામાં આવશે. જે નિર્ણય અંતે પાર્ટીનાં હિતમાં હશે તેને લઈ પક્ષને મજબૂત કેવી રીતે બનાવવો તેના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે બીજી તરફ સી.આર. પાટીલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, ભાજપ પક્ષનાં કાર્યકરોએ પક્ષ માટે હરહંમેશ મહત્વનો ભાગ ભજવશે, તેમના જણાવ્યા મુજબ ભાજપ પક્ષનાં કાર્યકરોને ચાર્જ કરવાની જરૂરીયાત નથી અને કોઈપણ ઈલેકશનનું યુધ્ધ હોઈ તેને લડવા માટે પક્ષનાં કાર્યકરો હરહંમેશ તૈયાર હોઈ છે. તેઓએ વધૂમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે, ભાજપ પક્ષ હરહંમેશ કાર્યકરોનાં સૂચનોને આવકારે છે અને જેથી પક્ષનાં કાર્યકરો પક્ષ માટે ઉતમ કામગીરી કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે, બીજી તરફ કોઈ પણ પક્ષ માટે પેજ પ્રમુખ અત્યંત જરૂરી હોઈ છે, જેની મહત્વતા ભાજપ પક્ષ સૌથી વધુ જાણે છે, પેજ પ્રમુખ એક પક્ષની કાર્યશૈલી છે, જે પક્ષમાં ખૂબજ મહત્વ ધરાવે છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, પક્ષમાં કોઈપણ કાર્યકરોની અવગણના કરવામાં આવી નથી અને આવશે પણ નહીં, ભાજપ પક્ષનો કાર્યકર ખૂબજ ઉત્સાહમાં છે, અને પક્ષ દ્વારા સોપવામા આવતી તમામ જવાબદારીને સંભાળવા તૈયાર અને તત્પર છે. ભાજપ પક્ષ એક માત્ર એવો પક્ષ છે, જેમાં કોઈ પણ પ્રકારની અવગણનાં કાર્યકરો કે હોદેદારોની કરવામાં આવતી નથી.