Abtak Media Google News
  • સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સુધી ભાજપ ગુજરાતમાં નવા પ્રમુખની નિમણુંક કરે તેવી સંભાવના નહિવત

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલ આજે ચાર વર્ષ પૂરા કરી રહ્યા છે. તેઓને કેન્દ્ર સરકારમાં જળશકિત મંત્રી બનાવવામાં આવ્યા હોય પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુકત કરી દેવામાં આવશે તેવી અટકળ પર પૂર્ણ વિરામ મૂકાય ગયું છે. આગામી છ મહિના તેઓએ ડબલ સવારીમાં ચાલવું પડશે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી બાદ નવા સુકાનીની વરણી કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે ર0 જુલાઇના રોજ સી.આર. પાટીલની વરણી કરવામાં આવી હતી. તેઓના કાર્યકાળમાં ભાજપનું સંગઠન માળખુ ખૂબ જ મજબૂત બનીને ઉભરી આવ્યું છે. પેજ પ્રમુખના તેઓને પ્રણેતા માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2022 માં યોજાયેલી ચુંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક બહુમતી અપાવી હતી.

રાજયની 182 પૈકી 156 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. તેઓને સંગઠનના સરતાજ માનવામાં આવી રહ્યા છે. જો કે લોકસભાની ચુંટણીમાં તેઓને થોકો ફટકો પડયો હતો. 2014 અને 2019માં લોકસભાની ચુંટણીમાં તમામ ગુજરાતની તમામ ર6 બેઠકો જીતનારા ભાજપને ર0ર4માં એક બેઠકની નુકશાની વેઠવી પડી હતી.

કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બનતા નવસારી લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત ચુંટાયેલા સી.આર.પાટીલને કેન્દ્ર સરકારમાં જળશકિત મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓએ હાઇકમાન્ડ બાદ પ્રદેશ કારોબારીમાં પણ પોતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી માંથી મુકત કરવા વિનંતી કરી હતી. જો કે ગઇકાલે તેઓએ આખો દિવસ દરમિયાન સતત બેઠકો યોજી હતી. સ્થાનીક સ્વરાજયની ચુંટણીની તૈયારીઓ શરુ કરી દેવા સુચના  આપી છે.

આ વાત પરથી એક વાત પુરવાર થઇ ગઇ છે કે આગામી ડિસેમ્બર માસમાં યોજનારી સ્થાનીક સ્વરાજયની ચુંટણી સુધી તેમને પ્રમુખપદે યથાવત રાખવામાં આવશે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિની રચના

જુનાગઢ શહેરના પ્રભારી પદે મુકેશભાઇ દાસાણી અને બોટાદ જીલ્લાના પ્રભારી તરીકે ભરતભાઇ આર્યની નિયુકિત

ભાજપ દ્વારા સ્થાનીક સ્વરાજયની આગામી ચુંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિની રચના કરવામાં આવી  છે. જેમાં બ્રિજેશભાઇ મેરજા, જીવરાજભાઇ ચૌહાણ, શબ્દ શરણભાઇ તડવી, સીમાબેન મોહિલે, બિજલબેન પટેલ, કરશનભાઇ ગોંડલીયા અને ભરતસિંહ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખેડા જીલ્લાના પ્રભારી તરીકે પ્રદેશ કારોબારીના સભ્ય કુશળસિંહ પેઢરીયાની નિયુકિત કરાય છે. જયારે જુનાગઢ શહેરના પ્રભારી તરીકે મુકેશભાઇ દાસાણીની નિયુકિત કરવામાં આવી છે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં ચુંટણી પ્રભારી તરીકે ભરતભાઇ આર્યની વરણી કરાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.