સુરતના ખોલવડ જીમખાના ખાતે બીસીસીઆઇના સિનિયર વુમન વન-ડે ૨૦૧૯-૨૦ ઓલિટ ગ્રુપ-સીના સૌરાષ્ટ્ર રાજસ્થાન વચ્ચેના મેચમાં સૌરાષ્ટ્રનો ચાર વિકેટે વિજય થયો હતો. સૌરાષ્ટ્રે ચાર પોઇન્ટ મેળવ્યો હતો.
રાજસ્થાને ટોચ જીતેને દાવ લેવાની શરુઆત કરી હતી. રાજસ્થાને પ૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૧૬૩ રન કર્યા હતા. જેમાં ટી.બી. વૈષ્ણવે ૮૬ દડામાં ત્રણ ચોગ્ગા સાથે ૪૬ રન કર્યા હતા. કેપ્ટન એસ.આર ૩૧, જે.યુ. બિરજયાને ર૬ રન કર્યા હતા. કેપ્ટન જયશ્રી જાડેજાએ ૧૦ વિકેટમાં ૪ વિકેટ લીધી હતી. અને ૩૭ રન આપ્યા હતા. ટીના મોટાએ બે વિકેટ અને નેહા ચાવડા, રીના ડાભીએ એક એક વિકેટ લીધી હતી. પૂજા મોઢવાડીયાએ ૧૦ ઓવરમાં એક મેઇડન અને ૧પ રન આપ્યા હતા.
સૌરાષ્ટ્રે આ લક્ષ્યાંકને પાક કરી ૪૬.૧ ઓવરમાં ૬ વિકેટ સાથે ૧૬૪ રન કરી વિજય મેળવ્યો હતો. વિકેટકીપર રિઘ્ધિ રૂપારેલે ૯૭ દડામાં સાત ચોગ્ગા સાથે પ૭ રન કર્યા હતા. કેપ્ટન જયશ્રી જાડેજાએ ૩૮ રન કર્યા હતા. ક્રિષ્ના અને વાડીયાએ ર૬, એસએસ કલાલ અને એલ.એલ. મીનાએ બે બે વિકેટ લીધી હતી. એસ.એસ. સિઘ્ધુએ એક વિકેટ લીધી હતી.
વિકેટ કીપર રિઘ્ધિ રુપારેલે બે કેચ કર્યા હતા અને બેની દાંડી ઉડાડી હતી અને જીતવા માટે મહત્વના ૫૭ રન કર્યા હતા. કેપ્ટન જયશ્રી જાડેજાએ ૪ વિકેટ લીધી હતી. અને ૩૮ કન કર્યા હતા.