દર્દીઓની વેદના, સમસ્યા કયારે હલ થશે તેવી લોક મુખે ચર્ચા
વેરાવળ સહકારી હોસ્પિટલ કરોડોના ખર્ચે સરકાર દ્વારા અધત સુવિધા વાળી બહુમાળી બનાવવા મા આવેલ છે ત્યારે ખાટલે મોટી ખોટ છેલ્લા દોઢેક માસથી એક્સરે મશીન બંધ હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણકે ગીર સોમનાથ જિલ્લા ના છ તાલુકા ની એકજ આ સહકાર હોસ્પિટલ આવેલ છે અને અકસ્માતો એક્સિડન્ટ અહીજ રિફ્રર થતા હોય છે અને રોજ ની છસો થી સાતસો ઓ.પી.ડી. હોય છે પણ એકસરે મશીન જે બંધ હોય ત્યારે દર્દીઓ ને ફરજિયાત બહાર જવું પડે છે અને આવી કાળજાળ મોંઘવારી મા ત્રણસો થી પનાશો ખર્ચ કરવોજ પડે છે અમારા પ્રતિનિધિ જવાબદાર અધિકારી નો સંપર્ક સાધતા જણાવેલ કે અમોએ ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે ટેકનીસે અને કંપની ના ઍજીન્યર આવેલ ત્યારે રિપેર થય સકે તેમ નથી ટોટલ લોસ અને કન્ડમ હોય જેથી નવું આધુનિક ડિજિટલ એકસરે મશીન માગણી જવાબદાર અધિકારી દ્વારા ઉચ્ચ કક્ષાએ કરેલ છે સ્થાનિક બધી સતાં અમારી પાસે હોતી નથી ત્યારે લોકોમાં ચાલતી ચર્ચા મુજબ સાંસદશ્રી કે ધરાસય દર્દીઓ ની વેદના સમજી અંગત રસ લઈ ત્વરિત એક્સરે મશીન ની સમસ્યા હલ કરવી જોઈએ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તેમજ સ્થાનિક સંસ્થાઓ એ પણ આગળ આવી દર્દીઓ ની મુક્ત કરાવવા જોઈએ બાકી સસ્તી પ્રસિદ્ધિ અને ફોટા પડાવવા અગ્રેસર હોય ત્યારે દર્દીઓ ની વેદના સમસ્યા કયારે હાલ થશે તેવી લોકમુખે ચર્ચા ટોપ ધ ટાઉન બની છે