બે કલાક સુધી વીજ પૂરવઠો બંધ રહેતા દર્દીઓ બહાર ઘસી આવ્યા
સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં બે કલાક સુધી વીજળી ગુલ થતા દર્દી આલમમાં દોડધામ મચી ગઈ હતી. અસહ્ય ગરમીથી બચવા દર્દીઓ વોર્ડ બહાર ઘસી આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર વીજ પૂરવઠો બંધ કરી દેવાતા દર્દીઓને પરેશાની ભોગવવી પડે છે ત્યારે વધુ આજે એક વખત સવારે દશ વાગ્યાથી સવા બાર વાગ્યા સુધી બે કલાક સુધી વીજળી ગુલ થતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વીજળી ગુલ થતા એકરે વિભાગ સહિતના વિભાગમાં કામ ઠપ્પ થઈ જતા દર્દીઓની લાઈનમાં વધારો થતો જોવા મળ્યો હતો.