એચ.બી.મહેતા હોસ્પિટલમાં હોમિયોપેથી થી ચમત્કારી પરિણામો
રાજકોટના કાલાવડ રોડ સ્થિત ગાર્ડી વિધાપીઠની એલ . આર શાહ હોમીયોપેથી કાજ સાથે સંલગ્ન એચ બી મહેતા હોમિયોપેથીક હોસ્પિટલમાં વિશ્વની સૌથી પ્રાચીન ગણાતી સારવાર પધ્ધતીઓમાંની એક હોમિયોપેથીક પદ્ધતિનો ઉપયોગ કરી અસાધ્ય રોગથી પિડાતા અનેક દર્દીઓએ નિ:શુલ્ક સારવાર દ્વારા ચમત્કારી પરિણામો મેળવ્યા છે
એચ . બી . મહેતા હોમિયોપેથીક હોસ્પિટલમાં 25 બેડની અધતન સુવિધાઓ સાથે ચાર વિભાગીય ઓપીડી જેવી કે મેડિસિન વિભાગ , ગાયનેક વિભાગ , સર્જરી વિભાગ અને પીડીયાટ્રીક વિભાગ કાર્યરત છે . આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર , એક્સ – રે વિભાગ , આધુનિક લેબોરેટરી , યોગા તેમજ ફિઝિયોથેરપીની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે છેલ્લા છ વર્ષ દરમિયાન અનેક દર્દીઓએ અન્ય ચિકિત્સા પક્તિની સારવારથી પરિણામ ન મળતા હોમિયોપેથની સારવાર થકી સોરીયાસીસ , કોઢ , ખરજવું લકવો . રુમેટીઝમ એસ એલઇ સાંધાના દુ:ખાવા વગેરે જેવા અસાધ્ય રોગો માં ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે આ ઉપરાંત સર્જરી વગર હરસ , મસા , પથરી ( કિડની અને પિત્તાશયની , કપાસી જેવા સર્જીકલ રોગોમાં પણ ખુબ જ સારા પરિણામો પ્રાપ્ત થયેલ છે .
આ હોસ્પિટલમાં સારવાર લઈને સામાન્ય જીવન જીવતા દર્દીઓના થોડા કિસ્સાઓ જોઇએ તો , છેલ્લા ત્રણ વર્ષથી કોઢથી પીડાતી એક બાર વર્ષની દર્દી એ હોમીયોપેથીક સારવારથી સંપૂર્ણપણે કોઢમાંથી છુટકારો મેળવ્યો છે . તેવી જ રીતે એક 35 વર્ષના દર્દીને આઠ વર્ષથી સોરીયાસીસના દર્દથી પિડાતા હતા અને સારવાર કરાવવા છતાં પરિણામ ન મળતા હિંમત હારી ગયા હતા પરંતુ આ હોસ્પિટલમાં હોમિયોપેથીક સારવારથી અત્યારે તે દર્દી સોરીયાસીસથી છુટકારો મેળવી સામાન્ય આનંદમય જીવન જીવે છે.
આ સારવાર તદન નિ:શુલ્ક મળતી હોવાથી આર્થીક જરુરિયાતમંદ દર્દીઓ માટે મોટા આશિર્વાદ સમાન છે અહિ ગાર્ડી વિધાપીઠ સાસપાસના ગામડાઓ તેમજ રાજકોટ શહેરથી પણ ઘણા લોકો સારવાર અને નિદાન માટેઅહીં મુલાકાત લઇ રહ્યા છે અને યોગ્ય સારવાર મેળવી રહ્યા છે . ટીવી મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત એચ . બી . મહેતા હોમિયોપેથીક હોસ્પિટલ ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી . વી . મહેતા , સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જય મહેતા અને હોમિયોપેથ કોલેજના પ્રિન્સિપાલ ડો અરવિંદ ભટ્ટના માર્ગદર્શનમાં તબીબોની ટીમ હંમેશા દર્દીઓની સારવાર અને સચોટ પરિણામો માટે તત્પર છે.