સૌરાષ્ટ્રના પાટનગરની સિવિલમાં માત્ર ગણ્યાગાઠયા જ વોટર કૂલરો: ટ્રોમાં સેન્ટર, વોર્ડ નં.૭ અને ૧૧ના દર્દીઓને પાણી માટે દર દર ભટકવું પડે છે

ગગનમાંથી અગન વરસી રહ્યો હોવાથી કાળઝાળ અને અસહ્ય તાપમાં પાણીનું સેવન અતિ આવશ્યક જરૂરી બની ગયું છે. ત્યારે સીવીલ હોસ્પિટલમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરનાં દર્દીઓનો ઘસારો જોવા મળે છે. સીવીલ હોસ્પિટલ અવ્યવસ્થાના કારણે અવારનવાર જોઈને કોઈ ત્રુટીના કારણે દર્દીઓ અને તેમની સાથે આવેલા સગાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલની ઉનાળાની સીઝનમાં સૂર્યદેવ આકરા તાપ સાથે આભમાંથી અગન વરસી રહી છે. ત્યારે માનવજીંદગીના સ્વાસ્થ્યને હાની ન પહોચે તે માટે અવાર નવાર રેડએલર્ટ જાહેર કરવામાં આવે છે.

2 11આભમાંથી વરસી રહેલી અગન વર્ષાને કારણે ગરમી અને બફારામાં માનવજીવન ટકાવી રાખવા માટે અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો ઉપર છાશ કેન્દ્ર અને પાણીના પરબની સુવિધાઓઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ સીવીલ હોસ્પિટલ તંત્રની માનવતા જાણે મરી પરવારી હોય તેમ હોસ્પિટલતંત્રની કામગીરી ઉપર સવાલો થાય છે. ત્યારે વધુ એક હાલાકીમાં સીવીલ હોસ્પિટલનાં તબીબો દ્વારા દર્દીઓને વધારે પડતુ પાણી પીવાની સૂચનાઓ આપવામાં આવે છે. પરંતુ કાળઝાળ ગરમીમાં સીવીલ હોસ્પિટલ તંત્રની બેદરકારીનાં કારણે દર્દીઓ અને તેમના સંબંધીઓ હોસ્પિટલમાં પાણી માટે વલખા કરી રહ્યા છે.

4 10

સૌરાષ્ટ્રભરમાંથી સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની ભીડ વચ્ચે માત્ર ગણ્યા ગાંઠયા જ વોટર કૂલરો નજરે પડે છે. સીવીલ હોસ્પિટલમાં પાંચ માળ ધરાવતા ટ્રોમા સેન્ટરના બિલ્ડીંગમાં માત્ર ચોથા અને પાંચમાં માળે બંધ હાલતમાં શોભાના ગાઠીયા સમાન બે વોટર કૂલરો જોવા મળે છે. જયારે એકથી ત્રણ માળ સુધીની કોઈપણ પ્રકારની પાણીની વ્યવસ્થાજોવા મળતી નથીઅને વોટર કૂલર મૂકવાના સ્ટેન્ડ ખાલીખમ પડયા છે. જેના કારણે ટ્રોમાં સેન્ટરમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને પાણી માટે ટ્રોમા સેન્ટરની બહારના ભાગમાં રાખેલા વોટર કુલર સુધી પાણી પીવા માટે લાંબુ થવું પડે છે. જયારે વોર્ડ નં.૭ અને ૧૧માં પણ ટ્રોમા સેન્ટરની માફક દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે.

ટ્રોમાં સેન્ટર પાસેના પાણીના પરબ પર દર્દીઓ નિર્ભર

5 6

સીવીલ હોસ્પિટલનાં નપાણીયા તંત્ર દ્વારા ભર ઉનાળે છતા પાણીયે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી દર્દીઓ અને દર્દીના સગાને પાણી પીવા અને ભરવા માટે વલખા મારી રહ્યા છે. ટ્રોમાં સેન્ટરમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી તમામ દર્દીઓ અને દર્દીના સગા ટ્રોમા સેન્ટર બહાર આવેલા પાણીના પરબ પર નિર્ભર હોય તેમ ત્યાં સુધી લાંબુ થવું પડે છે.

પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ

સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ અને દર્દીના સગાઆને પાણી પીવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. અથવા તો વેચાતા પાણી પીવા પડે છે. દર્દીઓ આ હાલાકીમાંથી મુકત થાય તે માટે હોસ્પિટલતંત્ર દ્વારા હોસ્પિટલના તમામ વોર્ડમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી દર્દીઓમાં માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.