દર્દને સાંભળો નહીં તો દર્દ શીરદર્દ બની જશે
મિકેનિકલ અને ઈન્ફ્લેમેન્ટરી દર્દમાં એડવાન્સ થેરાપી અને નવી દવાઓ આશિર્વાદરૂપ
દર્દીએ દર્દને સમજી યોગ્ય સારવાર મેળવવી અનિવાર્ય માનવ સભ્યતાની ઉત્પત્તિની સાથે કુદરતી અને કૃત્રિમ રીતે દર્દ જોડાયું છે. દર્દના ત્રણ પ્રકાર છે.મિકેનિકલ પેઈન,ઈંફ્લેમેન્ટરી પેઈન,મિક્સડ પેઈન આ દર્દમાં ઘણી વખત વ્યક્તિને ખ્યાલ રહેતો નથી કે તેને શેનો દર્દ થાય છે. મનુષ્યએ દર્દને સમજવું અનિવાર્ય છે. કોઈપણ તકલીફ જ્યારે શરીરમાં થતી હોય છે.તેની પીડા અથવા દર્દને ઘણી વખત વ્યક્તિ ઓળખવામાં માત ખાય છે. અથવા તેને ખ્યાલ જ હોતો નથી કે તેને શેનો દર્દ થાય છે.
સૌ પ્રથમ તો વ્યક્તિએ સમજવું પડે દર્દને જો દર્દ ને સમજી જવાય તો દર્દ શિર દર્દ બનતો અટકી શકે છે.મિકેનિકલ પેઇનની વાત કરવામાં આવે તો શરીરમાં પોષણના દુખાવા કે કોઈ પણ એક્ટિવિટી સતત એકધારી થતી હોય છે.તેનો દુખાવો મિકેનિકલ પેઇન તરીકે ઓળખાય છે.તેમજ આર્થરાઇટિસ એટલે સંધિવાના દુખાવાને ઈંફ્લેમેન્ટરી પેઇન તરીકે ઓળખવામાં આવે છે.મિક્સડ પેઈનમાં બંને રીતનો દર્દ જોવા મળે છે.ઘણી વખત આકસ્મિક રીતે પણ જે દુખાવો થતો હોય છે તે મિક્સડ પેઈનમાં હોય છે. દર્દને વિવિધ રીતે કંટ્રોલ કરવામાં આવે તે માટેની તમામ તાકીદ તબીબ વિવિધ થેરાપી દવાઓ વડે કરતા હોય છે. સાથોસાથ દર્દીએ પણ મેન્ટલી સ્ટ્રોંગ થઈ દર્દને સમજી લેવું જરૂરી.પેઈન મેનેજમેન્ટ પરનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા વિવિધ દર્દ સાથેના સંલગ્ન નિષ્ણાંત તબીબો સાથે ખાસ વાતચીત કરી રજૂ કરાયો છે.
ઈન્ફલેમેન્ટરી દર્દમાં દર્દીએ તુરંત રૂમેટોલોજિસ્ટ તબીબનો સંપર્ક કરવો:ડો.પ્રશાંત દુધાગરા
રૂમેટોલોજિસ્ટ ડો.પ્રશાંત દુધ્ધાગરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,ઈંફ્લેમેન્ટરી દર્દમાં દવાઓની ભૂમિકા મહત્વનો ભાગ ભજવે છે.વામાં સ્ટીરોયડનો રોલ બ્રીઝ થેરાપીના રૂપમાં થાય છે.વામાં દર્દ ઓછું કરવા વચગાળામાં સ્ટીરોયડ અથવા પેઈન કિલર આપી દર્દને ઓછું કરવાની ટ્રીટમેન્ટને બ્રીઝ થેરાપી કહેવામાં આવે છે. ઈંફ્લેમેન્ટરી પેઈનમાં આરામ કરવાથી દર્દ વધે છે.કામ કરવાથી પેઈન ઓછું થાય છે.જો દર્દી સમયસર ઈંફ્લેમેન્ટરી પાઈનમાં રુમેટોલોજીસ્ટનો સંપર્ક કરે તો તેને દર્દમાં વહેલી તકે રાહત મળી શકે છે.
દર્દને સમજવા મેન્ટલી સ્ટ્રોંગ બનવું પડે: ડો.સંજય દેસાઈ
વીંગ્સ આઇવીએફ હોસ્પિટલના ડોક્ટર સંજય દેસાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દર્દીને હંમેશા બધી જ પરિસ્થિતિથી પરિચિત કરવામાં આવતા હોય છે તેમજ માનસિક રીતે તેમની કાઉન્સિલિંગ કરીને મજબૂત બનાવવામાં આવે છે સંપૂર્ણપણે જ્યારે મેન્ટલ સ્ટ્રોંગ દર્દી બની જતું હોય છે ત્યારે તેને દર્દની અસર થતી નથી.આઇવીએફ ટ્રીટમેન્ટની સાયકલ નિષ્ફળતાના પરિણામથી વાકેફ કરાવી અને મુશ્કેલીઓથી પણ અવગત કરવામાં આવે છે.દર્દી ત્યારબાદ પેઈન સહન કરવાની ક્ષમતા કેળવી લેતા હોય છે.
મિકેનિકલ પેઇનમાં થેરાપી મહત્વનો ભાગ ભજવે છે: ડો.પ્રતીક ઝાલા
અક્ષત ફિઝિયોથેરાપી સેન્ટરના ડો.પ્રતીક ઝાલાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રોજબરોજની સતત કાર્ય કરવાની ટેવ તથા પોસચરના તકલીફથી મિકેનિકલ પેઈન થતું હોય છે. મિકેનિકલ પેઇનમાં વ્યક્તિએ તેના પ્રોફેશન તથા તેની રોજબરોજની કાર્યથી તેના શરીરમાં જો તકલીફ થતી હોય.તો પ્રીકોસન લેવું હિતાવહ રહે છે. મિકેનિકલ પેઇનમાં એડવાન્સ થેરાપી ટૂંકા સમયમાં દર્દીને દર્દમાંથી રાહત પૂરી પાડે છે.