ધોરાજી માં સરકારી હોસ્પિટલ બીમારી નાં બીછાને હાલતમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં બે ડોક્ટર થકી હોસ્પિટલમાં ફરજ બજાવે છે એક લાખની વસ્તી અને ધોરાજી જામકંડોરણા અને ઉપલેટા નાં ઈમરજન્સી દર્દી ઓ ભગવાન ભરોસે ઓપીડી અને પીએમ માટે ફક્ત બે ડોક્ટર વન ક્લાસ નાં ડોક્ટર જ નથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાર તબીબોની જગ્યાએ બે ડોક્ટરો જ ફરજ બજાવી રહ્યા છે :
રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત સર્જાઈ છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં 56 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં સુવિધા ઓ પૂરતી નથી ધોરાજી હોસ્પિટલમાં હાલ ફરજ પર ત્રણ ડોક્ટર હોય જેમાંથી અલગ અલગ જગ્યાઓ પર ડોક્ટરોને અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે જેથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવતા અકસ્માતો ઇમરજન્સી સારવાર ઓને તાત્કાલિક જુનાગઢ અથવા રાજકોટ ખસેડવામાં આવે છે.
આજે ધોરાજી ના ધારાસભ્ય પણ આ બાબતે જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક થાય જેથી ઉપલેટા તેમજ જામકંડોરણા થી આવતા ઈમરજન્સી કેસો ને ધોરાજીમાં સારવાર મળી શકે આથી ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય જણાવ્યું હતું કે ડોક્ટરો ની નિમણૂક આગામી દિવસોમાં નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ તકે ધોરાજીના સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે અનેક વખત રજુઆત કરવા છતાં પણ સરકાર દ્વારા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી નથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે તરફડિયાં મારતા સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે અનેક વખત રજુઆત કરવા છતાં પણ સરકાર દ્વારા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી નથી સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે તરફડિયાં મારતા જોવા મળે છે.
ધોરાજી સરકારી હોસ્પિટલ માં પૂરતો સ્ટાફ પણ નથી સરકારી હોસ્પિટલમાં સ્ટાફ ન હોવાથી દર્દીઓની હાલત કફોડી થાય છે ત્યારે સરકારને ત્યાં પણ લેવામાં આવેલું છે જેથી ડોક્ટરોની નિમણુક થાય અને લોકો હાલાકી વેઠવી ન શકે આમ ધોરાજી સરકારી હોસ્પિટલ ત્રણ માળ ની હોસ્પિટલ છે પણ એમબીબીએસ ડોક્ટર થકી હોસ્પિટલ ચાલી રહી છે નથી એમડી ફીઝીશીયન તથા અન્ય ડોક્ટરો જ નથી જેથી ધોરાજી નાં દર્દી ઓ રામ ભરોસે જીવી રહયાં છે ઈમરજન્સી દર્દી ઓ ને અન્ય જગ્યાએ રીફર કરી દેવામાં આવે છે જેથી એક તરફ કોઈ નું મૃત્યુ થયેલ હોય અને પીએમ કરવાનું હોય અન ઓપીડી પણ ચાલું હોય ત્યારે કાંતો દર્દી ઓ રજડતા રહે કાંતો પીએમ માટે પરીવાર જનો ને લાંબો સમય રાહ જોવી પડે છે રોજ સો થી દોઢસો દર્દી ઓ ની ઓપીડી થતી હોય ત્યારે તકલીફ નો કોઈ પાર નથી રહેતો જેથી લોકો ની માંગ ઉઠવા પામી છે.