દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં બીલ ન ચુકવતા પિતાને બંધક બનાવવાની પુત્રની અરજીના પગલે કોર્ટનો આદેશ
ઘણીખરી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને તાત્કાલિકપણે બીલ ચુકવવા પર દબાણ કરતુ હોય છે. જે અનૈતિકતા કહી શકાય. આ સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, હોસ્પિટલો કોઈપણ દર્દીને બિલની ચુકવણી બાબતે બંધક બનાવી શકે નહીં. હાઈકોર્ટે આ પ્રકારની સુનાવણી એક અરજી પર કરી છે. જેમાં રાજધાની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં બીલ ચુકવણી મામલે અરજી કરનારના પિતાને બંધક બનાવી રાખ્યા છે જે મામલે અરજીકર્તાએ કોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટના ન્યાયાધીશ વિપીન સાંધીની આગેવાનીવાળી બેંચે બિલની ચુકવણી ન કરવાથી દર્દીઓને બંધક બનાવવા પર કહ્યું કે, હોસ્પિટલોએ બિલના પૈસા ઉઘરાવવા આ પ્રકારની તકનિક વાપરવી અયોગ્ય છે. જો કોઈ દર્દી બીલ ચુકવી ન શકે તો હોસ્પિટલ તેને રોકી શકે નહી. કોર્ટની આ સુનાવણીથી અરજીકર્તાને રાહત મળી છે. તેમજ કોર્ટે હોસ્પિટલને ડિસ્ચાર્જ સમરી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે અને અરજીકર્તા પુત્રને હોસ્પિટલમાંથી તેના પુત્રને ઘરે લઈ જવાની અનુમતિ આપી છે.
દિલ્હી સરકારના સિનિયર સ્ટેન્ડિંગ કાઉન્સિલ રાહુલ મેહરાએ જણાવ્યું કે, કોઈપણ દર્દીને આ પ્રકારે રોકી શકાય નહી તો બીજી તરફ ડોકટર સર ગંગારામ હોસ્પિટલ તરફથી દલીલ કરવામાં આવી કે, દર્દીના સગાસંબંધી મેડીકલ એડવાઈઝની વિરુઘ્ધ દર્દીને લઈ જવા ઈચ્છતા હતા. મહેરાએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, જો કોઈ દર્દી બીલ પેમેન્ટ ન કરે તો હોસ્પિટલો તે માટેનો દાવો કરી શકે છે. પરંતુ દર્દીઓને બંધક બનાવી શકે નહીં. દર્દીના પુત્રએ હાઈકોર્ટમાં અનુચ્છેદ-૨૨૬ હેઠળ અરજી દાખલ કરી હતી. દર્દી રિટાયર્ડ પોલીસમેન છે. તેને પેટ અને ઈટેસ્ટાઈનની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.