મહાનગરોમાં હોસ્પિટલો ફૂલ થઈ જતા વધુ કોવિડ હોસ્પિટલો ખોલવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક નિર્ણય લીધો છે.ગતરોજ ’અબતક’ દ્વારા કોવિડ હોસ્પિટલોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં માલુમ પડ્યું હતું કે રાજકોટની એક પણ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હતા. જેની જાણ થતા જ તુરંત સીએમઓ પણ હરકતમાં આવ્યું હતું. આ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય લઈને તાત્કાલિક કોરોનાગ્રસ્ત દર્દીઓની અગવડતા દૂર કરવા કોવિડ કેર સેન્ટરો વધારવાની સૂચનાઓ જાહેર કરી હતી. વધુમાં ‘અબતક’ દ્વારા તબીબોનો અભિપ્રાય લેવામાં આવતા તબીબોનો પણ એક જ સુર રહ્યો હતો કે કોવિડ સેન્ટરોની સંખ્યામાં વધારો કરવામાં આવે.
દર્દીઓનો રાફડો ફાટ્યો, કોવિડ હોસ્પિટલો ‘હાઉસફુલ’:ડો. તેજસ ચૌધરી (ક્રાઈસ્ટ હોસ્પિટલ)
ક્રાઈસ્ટ હોસ્પિટલના તબીબ ડો. તેજસ ચૌધરીએ કહ્યું હતું કે, અગાઉ કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ તીવ્ર છે. શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ખૂબ ઝડપથી કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ક્રાઈસ્ટ હોસ્પિટલમાં 12 આઇસીયું સહિત કુલ 50 બેડની સુવિધા છે જે હાલના તબક્કે સંપૂર્ણપણે દર્દીઓથી ભરાયેલું છે. હાલ જેટલા પણ દર્દીઓ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી રહ્યા છે તેમાંથી મોટાભાગના દર્દીઓની પરિસ્થિતિ ગંભીર હોય છે જેના કારણે દર્દીઓને દાખલ જ કરવા પડે છે પરિણામે હાલ ક્રાઈસ્ટ હોસ્પિટલની સાથોસાથ શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની અછત વર્તાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અગાઉ જે રીતે કોવિડ કેર સેન્ટરોમાં હળવા લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર કરાતી હતી તેના પરિણામે ક્યાંક હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતી ન હતી પરંતુ હાલ કોવિડ સેન્ટરો બંધ અવસ્થામાં હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ રહી છે. હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ છે. તેમણે અંતમાં ઉમેર્યું હતું કે, સંક્રમણને અટકાવવા લોકડાઉનની અમલવારીથી વધુ લોકોમાં જાગૃતતા હોવી જરૂરી છે. ફક્ત લોકો જાગૃત રહીને જરા પણ લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવીને સારવાર શરૂ કરે જેથી તેઓ પોતે પણ સુરક્ષિત થાય અને તેમના પરિવારજનો પણ સુરક્ષિત રહે.
અમુક નિયમોમાં બાંધછોડ કરીને કોવિડ કેર સેન્ટરોને કાર્યરત કરવા જરૂરી: ડો. જયેશ ડોબરીયા (સિનર્જી હોસ્પિટલ)
સિનર્જી હોસ્પિટલના સંચાલક ડો. જયેશ ડોબરીયાએ કહ્યું હતું કે, કોરોનાની આ લહેર વધુ તીવ્ર છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવતા હોય છે ત્યારે દર્દીઓની ધસારો જોતાં બિલકુલ કહી શકાય કે, આ લહેર અગાઉની લહેરથી વધુ તીવ્ર છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટ શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની જો વાત કરવામાં આવે તો પ્રથમ અમારી હોસ્પિટલમાં 40 બેડની સુવિધા છે જે સંપૂર્ણ ભરેલી છે. અન્ય એકલ-દોકલ હોસ્પિટલોમાં બેડસ ઉપલબ્ધ છે પરંતુ એવું કહી શકાય કે, હવે કોવિડ હોસ્પિટલોમાં બેડસ ફૂલ થવાની સ્થિતિ નજીક છે. તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે, દવાઓ,ઈન્જેક્શ અને એન્ટીજન કિટો પણ પૂર્ણતાને આરે હોય તેવા સમાચાર પણ મળી રહ્યાં છે પરંતુ હાલ સુધીમાં અવિરતપણે જથ્થો ઉપલબ્ધ થતો આવ્યો છે પણ જો આ સંસાધનોનું વ્યવસ્થાપન યોગ્ય નહીં થાય તો ચોક્કસ અછત ઉભી થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, આ સમસ્યાનું પ્રથમ સમાધાન એ છે કે, લોકો જાગૃત થાય. જો રોગના હળવા લક્ષણ હોય તો દર્દીએ ઘરે જ આઇસોલેટ થવું જોઈએ અને તબીબનું માર્ગદર્શન સમયસર લઈને ઘરે જ સ્વસ્થ થવું જોઈએ જેથી હોસ્પિટલ ખાતે ફક્ત ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓને જ દાખલ કરી શકાય. તેનાથી બેડની અછતને ખાળી શકાશે. બીજી બાબત એ છે કે, જ્યાં સુધી લોકો પોતે સમજણ અને જાગૃતતા નહીં કેળવે ત્યાં સુધી લોકડાઉનથી પણ સંક્રમણને અટકાવી શકાશે નહીં. તેમણે અંતમાં કહ્યું હતું કે, હળવા લક્ષણ ધરાવતા દર્દીઓ દાખલ થયા વિના જ સ્વસ્થ થઈ શકે છે પરંતુ જેમનું ઘર નાનું હોય અથવા જેના ઘરે નાના બાળક કે વડીલો હોય તેઓ હોમ આઇસોલેટ થઈ શકતા નથી ત્યારે ફરજીયાતપણે હાલના તબક્કે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોય છે. અગાઉ કોવિડ કેર સેન્ટરો આ પ્રકારના દર્દીઓ માટે જ શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ અમુક સમસ્યાઓને કારણે કોવિડ કેર સેન્ટરને બંધ કરવાની ફરજ પડી. જો કે, મારુ માનવું છે કે, તાબડતોડ બધા નિયમોનું પાલન કરવું થોડું અઘરું છે જેથી અમુક પ્રકારની છૂટછાટ આપીને જો કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તો બેડસની અછતને ખાળવામાં ઘણી મદદ મળી શકે છે.
તાત્કાલિક ધોરણે કોવિડના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઉભી કરાશે: ડો. પ્રફુલ કમાણી (આઇ.એમ.એ પ્રેસીડન્ટ)
આઈ એમ એ ના પ્રેસિડન્ટ ડો. પ્રફુલ કમાણી એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે વધતા જતા કોરોનાના કેસો ને નિયંત્રણ કરવા સરકાર તેમજ તંત્ર ખડે પગે કામગીરી કરી રહી છે હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા તેમજ તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા કોરોના મહામારી ના નિયંત્રણ ને રોકવા પ્રયત્નો ચાલી રહ્યા છે કોવિડ 19નો બીજો રાઉન્ડ શરૂ થયો છે કોરોના વાઇરસ મહામારી ના મ્યુટન ઝડપથી ફેર બદલી થતા હોય છે ત્યારે આ વખતન બીજા રાઉન્ડમાં કોવિડ-19 નો વાયરસ ઝડપથી એકબીજામાં ફેલાવી રહ્યો છે મારી લોકો ને નમ્ર વિનંતી છે કે તેઓ હવે અમારી સાથે ખભેથી ખભો મિલાવી અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી નો ખુબ જ ધ્યાન રાખે તેમજ હાલ કોરોના મહામારીમાં બેડની અછતની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યાં તમામ જગ્યાએ બેડ વધારવાની અને નવા કોવિડ સેન્ટર શરૂ કરવાની વ્યવસ્થાઓ ગોઠવવાની શરૂ કરી દેવામાં આવી છે રેમડેસવી સ્ટોક અત્યારે હજાર છે તેમજ આવનારા દિવસો માં તેનો ફુલ સ્ટોક જોવા મળશે રેપીડટેસ્ટિંગ કીટ ની વ્યવસાથો પણ કરવામાં આવી છે લોકો એ સ્વયમ પોતાની સલામતિ ની તકેદારી રાખવી અતિ જરૂરી છે બને તો ગ95 માસ્ક પેહરવું તેમજ માસ્ક ને નાક પર વ્યવસ્થિત પહેરી રાખવું હજુ લોકો આ વાઇરસ ને સાઈડ લાઇન કરી રહ્યા છે તે બિલકુલ ન કરવું જોઈ એ શક્ય હોય તો કોવિડ 19 ની તમામ ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવું.
માસ્ક , સેનિટાઈઝર , હેન્ડ હાઈજિનનું ચુસ્ત પાલન અત્યંત જરૂરી:ડો. દિગ્વિજયસિંહ જાડેજા (ગોકુલ હોસ્પિટલ)
અત્યારે આપણે કોરોના વાઈરસના સેક્ધડ વેવ માંથી પસાર થઈ રહ્યા છીએ આ પરિસ્થિતિ વિદેશોમાં આપણી પહેલા શરૂ થઈ ચૂકી હતી સેક્ધડ વેવ બધી જગ્યા એ આવે છે આપણને ખ્યાલ છે સેક્ધડ વેવ માં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે આજે પરિવારના એક વ્યક્તિને થતાં આખું પરિવાર આ વાયરસ ની ઝપટમાં આવી જાય છે કોરોના વાયરસ દરેક સિઝનમાં મ્યુટન ફરિજતા હોય છે સેક્ધડ વેવ માં કોરોના વાયરસ ની સંક્રમણ શક્તિ ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે જેના કારણે આટલા કેસો ઝડપથી વધી રહ્યા છે હાલ જે બેડ ની અછત સર્જાઇ રહી છે તેના પર સરકાર દ્વારા ખૂબ મહત્વના પગલા લેવામાં આવી રહ્યા છે ખાનગી અને સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે બેડની વ્યવસ્થાઓ ગોઠવામાં આવી રહી છે શક્ય તેટલી ઝડપથી લોકોને બેડ મળી શકે તેવી કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યાં સુધી લોકો બેઝિક પાયાની જે વસ્તુ છે માસ્ક , સેનિટાઈઝર , હેન્ડ હાઈજિન નું ચુસ્તપણે પાલન નહીં કરે ત્યાં સુધી આપણે કોઈની આ પરિસ્થિતિ ને ક્ધટ્રોલમાં લાવી શકશો નહીં તેમજ આ બેલેન્સ નું પાલન જો વ્યવસ્થિત કરવામાં આવે તો ખૂબ જ સારી વાત છે હાલ જે કેસો વધી રહ્યા છે તેનું કારણ માત્ર એ જ છે કે લોકોએ આ બેઝિક વસ્તુ ચુસ્તપણે પાલન કરું જરૂરી ન સમજ્યું દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજી હવે આ પ્રાથમિક ગાઈડલાઈન નું પાલન કરું જરૂરી છે સામાજિક મેળાઓમાં જવાનું ચાલુ થશે બિનજરૂરી ઘરેથી નિકળવુ બંધ કરું જોશે પ્રસંગો માં જવાનું ટારવું જરૂરી છે જો આપણે આ દરેક વસ્તુનું ધ્યાન પૂર્વક પાલન નહીં કરીએ તો કોરોના ની પરિસ્થિતિ હજુ વધુ બગડતી જોવા મળશે સરકાર અને તંત્ર તેમની જવાબદારીઓ યોગ્ય રીતે કરી રહી છે પરંતુ જ્યાં સુધી દરેક વ્યક્તિ પોતે જ પોતાની જવાબદારી નહીં લે ત્યાં સુધી આપણે આ કોરોના મહામારી નિયંત્રણ માં લાવા લોકોએ વેક્સિન લેવું અતિ જરૂરી છે વેક્સિન આપણી બોડી ની ઇમ્યુનિટી સિસ્ટમને જાળવી રાખે છે. વેક્સીન લીધા બાદ લોકોએ જે આપણી પ્રાથમિક સલામતી છે. માસ્ક, સેનિટાઈઝર , હેન્ડહાઈજિન આનું ચુસ્ત પણે પાલન કરવું ફરજીયાત છે.
ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં કાર્યરત કરવી અને કોવિડ સેન્ટરો વધારવા જરૂરી:ડો.ધવલ ગોધાણી (સેલ્સ હોસ્પિટલ)
છેલ્લા અઠવાડિયાથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બેડની અછત સર્જાઈ છે જે ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિ કહી શકાય બેડની અછત ને પૂરી કરવા વધુમાં વધુ ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે તેમજ કોવિડ સેન્ટર તરીકે શરૂ કરવી અનિવાર્ય છે જેમાં સરકાર દ્વારા પણ ખૂબ સારા પગલા લેવામાં આવી રહ્યા છે અને બેડની વ્યવસ્થા ની ગોઠવણી કરવામાં આવી રહી છે કોરોના વાઈરસના સેક્ધડ વેવ માંથી આપણે પસાર થઈ રહ્યા છીએ આ પરિસ્થિતિ વિદેશોમાં આપણી પહેલા શરૂ થઈ ચૂકી હતી સેક્ધડ વેવ બધી જગ્યા એ આવે છે આપણને ખ્યાલ છે સેક્ધડ વેવ માં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે આજે પરિવારના એક વ્યક્તિને થતાં આખું પરિવાર આ વાયરસ ની ઝપટમાં આવી જાય છે લોકો બેઝિક પાયાની જે વસ્તુ છે માસ્ક , સેનિટાઈઝર ,હેન્ડ હાઈજિન નું ચુસ્તપણે પાલન નહીં કરે ત્યાં સુધી આપણે કોઈની આ પરિસ્થિતિ ને ક્ધટ્રોલમાં લાવી શકશો નહીં. દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજી હવે આ પ્રાથમિક ગાઈડલાઈન નું પાલન કરું જરૂરી છે સામાજિક મેળાઓમાં જવાનું ચાલુ થશે બિનજરૂરી ઘરેથી નિકળવુ બંધ કરું જોશે પ્રસંગો માં જવાનું ટારવું જરૂરી છે કોરોના મહામારી નિયંત્રણ માં લાવા લોકોએ વેક્સિન લેવું અતિ જરૂરી છે.
સિવિલમાં વધારાના બેડની વ્યવસ્થા કરાઈ: ડો.આર.એસ. ત્રિવેદી (સિવીલ સુપ્રિન્ટેન્ડેન્ટ)
રાજકોટ સિવીલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ. ત્રિવેદીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે સિવીલ હોસ્પિટલમાં 590 જેટલા બેડ ઉપલબ્ધ છે. જેમાના 421 દર્દીઓ પોઝીટીવ અને 69 દર્દીઓ સસ્પેટીક તેમ ટોટલ 490 દર્દીઓ અહી સારવાર લઈ રહ્યા છે. અને સાથોસાથ બેડમાં વધારો કરવા માટે મનોચિકિત્સક વિભાગને અને રસીકરણ વિભાગને બીજી જગ્યાએ ફેરવી ત્યાં કોવીડનાં દર્દીઓ માટે બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. અહી પ્રી પ્લાનીંગ સાથે કોરોના ટેસ્ટીંગ બુથમાં વધારો પણ કરાઈરહ્યો છે. અને દવા વિશે વાત કરીએ તે પણ અહી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ અને જરૂરીયાત પ્રમાણે જથ્થો ગાંધીનગરથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અને હું લોકોને જણાવવા માંગીશ કે સરકારના નિયમ મુજબ માસ્ક, સેનેટાઈઝર અને સોશીયલ ડીસ્ટનના પાલન કરી વધારે સાવચેતી રાખીશુ તો કોરોનાનો વધતા જતા સંક્રમણને ઘટાડી શકશું.
પરિસ્થિતિ અતિ ગંભીર,વધુ બેડની અત્યંત જરૂરિયાત: ડો.ભૂમિ દવે
વોકહાર્ટ હોસ્પિટલના ડો.ભૂમિ દવેએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પ્રકારે રાજકોટ શહેરમાં કેસ વધી રહ્યા છે લોકો ખૂબ બેદરકારી અને લાપરવાહી દાખવી રહ્યા છે.માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નથી કરતા એ ગંભીર બાબત છે.છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટની પરિસ્થિતિ ગંભીર બની છે.જો ખ્યાલ રાખવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે.રાજકોટ શહેરમાં બેડની જરૂરિયાત છે જ .અમારી પાસે ઓક્સિજન વાળા કે ઓક્સિજન વિનાના કોઈજ બેડની વ્યવસ્થા જ નથી.આ પરિસ્થિતિ તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં છે .જાણવા મળ્યું છે સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થવા આવ્યા છે તો સરકારે તાત્કાલિક નિર્ણય લેવોજ જોઈએ.વોકહાર્ટ હોસ્પિટલમાં 79 બેડની કેપેસિટી સામે કોઈ જ બેડની વ્યવસ્થા નથી તમામ બેડ ફૂલ છે.હાલમાં ઓક્સિજન લેવલ સાવ નોર્મલ હોઈ તો પણ દર્દીઓને અમે સારવાર આપવા માટે એડમિટ નથી કરી શકતા.
નવા કોવિડ કેર સેન્ટરોની ખૂબ જ જરૂરિયાત:ડો.મયંક ઠક્કર
જાણીતા ક્રિટિકલ કેર સ્પેશિયાલીસ્ટ ડો.મયંક ઠક્કરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટની પરિસ્થિતિ ખુબજ ખરાબ બની છે.દરરોજ 15 થી 18 દર્દીઓને અમારે ના પાડવી પડે છે દર્દીઓ બેડ ખાલી ન હોવાને કારણે નિરાશ બની જાય છે.જે પ્રમાણે હોસ્પિટલમાં ઇન્કવાયરી આવી રહી છે તમામ જગ્યા એ બેડ ફૂલ થયા હોવાને કારણે આ પરિસ્થિતિ બની છે.લોકોને એક જ વિનંતી કે જરૂર સિવાય બહાર ન નીકળે. સેલ્ફ લોકડાઉનની તાતી જરૂર છે.આપણે જાતે જ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોશે.ચાની લારી , પાન ના ગલ્લા પર ઉભું રહેવું બંધ કરવું જોશે.પ્રસંગોમાં હાજરી પણ આપવી ન જોઈએ.વધુને વધુ સેનિટાઇઝર યુઝ કરી માસ્ક પહેરવું જોઈએ.કોવિડ સેન્ટરો વધારવવાની જરૂરિયાત છે.સરકારને નવા કોવિડ કેર સેન્ટરો માટે રજુઆત કરવામાં આવી છે. નર્સિંગ સ્ટાફ , હાઉસકીપિંગ સ્ટાફ સાહિતનાની જરૂરિયાત છે.એક દર્દી સામે 6 વ્યક્તિ નો સ્ટાફ કામે લાગે છે.નવી હોસ્પિટલ માટે કોશિશ ચાલુ છે. મિટિંગ પણ થઈ ચૂકી છે.નવી કોવિડ હોસ્પિટલ ટુક સમયમાંજ શરૂ થશે.
કોરોનાની સ્થિતિ ગંભીર, બેડની તાતી જરૂરિયાત:ડો. પાર્થ પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન રત્નદિત કોવિડ હોસ્પિટલ ના ડો.પાર્થ પટેલ એ જણાવ્યું હતું કે હાલ કોરોના આ સ્ટ્રેન પહેલા કરતા વધુ ઘાતક છે કેસ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમારી હોસ્પિટલમાં 24 બેડની હોસ્પિટલ છે.જેમાં 22 બેડ ભરેલા છે. 2 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.અમે બેડ વધારી શકી એ માટે નું જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ તે ન હોવાથી અમે વધારે બેડ કરી શકી એમ નથી. અમારી સરકાર તંત્રને એટલી જ રજુઆત છે. કે જલ્દી થી જલ્દી હોસ્પિટલ ને કોવિડ માટે ની છૂટ આપવામાં આવે જેથી હોસ્પિટલની જે દર્દી ને જરૂરિયાત હોઈ તેમને અમે સારી રીતે સારવાર કરી શકીએ. જાન્યુઆરી ના અંત અને ફેબ્રુઆરીમાં કેસોની સંખ્યા માં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચની શરૂઆત થી કેસો માં નોંધપાત્ર વધારો થયો તે ચિંતા જનક બાબત છે. ત્યારે લોકોને મારી એટલી જ અપીલ છે. કે હાલ બેડ ક્યાંય ખાલી નથી. રેમડેસીવીર ઇન્જેક્શન ની પણ અછત છે. ત્યારે સ્થિતિને ગંભીર સમજી કામ સિવાય બહાર ન જવું માસ્ક ફરજીયાત પહેરવા તથા બને ત્યાં સુધી વધુ મેળાવાળો હોઈ ત્યાં જવાનું ટાળવું જેથી કોરોના થી બચી શકાય.
કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો બેડની જરૂરત વધુ:ડો. કેયુર નિરંજની
અબતક સાથેની વાતચીત દરમિયાન મેડ એન્ડ ક્યોંર કોવિડ હોસ્પિટલના ડો. કેયુર નિરંજની એ જણાવ્યું હતું કે હાલ કોરોના ની સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. આ કોરોના નો સ્ટ્રેન ખૂબ લાંબો ચાલસે તેવું હાલ ની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. હાલ અમારી હોસ્પિટલમાં માં 29 બેડ છે જે તમામ ભરેલા છે. 5 વેન્ટિલેટર છે.રાજકોટ માં હાલ કોવિડ દર્દીની જે રીતે સંખ્યા વધી રહી છે ત્યારે કોરોના ના બેડ ની અછત છે બેડ ખાલી નથી તેવી જ રીતે રેમડેસીવર જે કોરોના માં અપાતા ઇન્જેક્શન છે તેની પણ અછત જોવા મળે છે. ત્યારે સરકાર પાસે એટલી અપેક્ષા છે કે જલ્દી થી કોવિડ હોસ્પિટલ માટે ની મંજૂરી આપી દે જેથી વધુ માં વધુ લોકો ની સારવાર થઈ શકે.અમે વધુ બેડ વધારવા માટે વિચારણા કરી રહ્યા છીએ.. મારી તમામ લોકો ને એક જ અપીલ છે. કે જે લોકો ને કોરોના થયો છે. તેમાંથી જે લોકો દવા થી ઘરે સેલ્ફ ક્વોરન્ટાઇન થી સાજા થઈ જતા હોય તેવા લોકો ઘરે સારવાર કરે જેના કારણે જેને હોસ્પિટલ ની જરૂરત હોઈ તેમને દાખલ કરી સારવાર કરી શકી.અને બને ત્યાં સુધી ઘર માં રહો માસ્ક પહેરો સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરો.અત્યારે કોરોના માં વપરાતા રેમડેસિવરની પણ અછત સર્જાય રહી છે.
હાલમાં એવી પરિસ્થિતિ 5 બેડ ખાલી થાય 50ની ઈન્કવાયરી આવે
:ડો. મિહિર તન્ના
અબતક સાથેની વાતચીત દરમિયાન ઓલમ્પસ હોસ્પિટલના ડો. મિહિર તન્ના એ જણાવ્યું હતું કે કોરોનાનો કહેર વધી રહ્યો છે દરેક પેંડેમીક વેવસ માં આવતું હોય છે ભારત માં પ્રથમ વેવસ સપ્ટેમ્બર માં આવ્યો હતો. બીજા વેવ ની શકયતા હતી જ. કોરોના ના કેસો ઓછા થતા લોકો માસ્ક ન પહેરતા ધ્યાન ન રાખવું સરકાર ના નિયમો હળવા થયા લગ્ન મેલાવળા વધતા જેમાં કારણે કેસ માં વધારો થયો છે. અમારી હોસ્પિટલ માં 35 બેડ કોવિડ પેશન્ટ ને આપ્યા છે. 5 પેશન્ટ ને ડિસ્ચાર્જ કરવામાં આવે સામે 50 ની ઇન્કવાયરી આવે હમણાં જ એક દર્દી આવ્યા હતા જે મારી સામે રડી પડયા પરંતુ બેડ ન હોવાથી થી સાંત્વના આપી શક્યો. હાલ બેડ વધારવાની જરૂરિયાત છે તંત્ર અને ડોક્ટર પોતાની રીતે સારી કામગીરી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મા આગામી દિવસો માં કોરોના બેડ વધી જશે. લોકોને એવી અપીલ છે કે બને ત્યાં સુધી સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરો માસ્ક પહેરો.