“અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ દર્દીના પરિવારજનોની લાગણીને પણ કોવિડના ડોકટરો સમજે છે, અહીં દર્દીની સારવાર માંગણીથી નહીં, લાગણીથી થાય છે આ શબ્દો છે અમરીશભાઈ ત્રિવેદીના.
અમરીશભાઈ દુ:ખભર્યા સ્વરે જણાવ્યુ છે કે, મારા એ સ્વજનનું અવસાન થયું પરંતું જ્યાં સુધી અમરેલી રહેતા તેમના પરિવારજનો અહીં આવ્યા નહીં ત્યાં સુધી સિવિલ હોસ્પિટલના તમામ કર્મીઓએ પોતાના આપ્તજનનું અવસાન થયું હોય તે રીતે ધ્યાન રાખ્યું.અને તેમના પરિજનો આવ્યા પછી અંતિમ વિધિમાં પણ હોસ્પિટલના સ્ટાફે ખુબ જ સારો સહયોગ આપ્યો, સરકારી સેવા આટલી સારી હોય તેની સાચી પ્રતિતી મને આજે થઈ છે. કોરોનાની આવી મહામારીમાં સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફનું કાર્ય કાબિલેદાદ છે. હું અન્ય લોકોને પણ સલાહ આપીશ કે કોરોના ન થાય તે માટે આપણે સૌએ સરકારની માર્ગદર્શીકાને અનુસરવું જોઈએ અને તેમ છતાં પણ જો કોરોના થાય તો સિવિલમાં જ દાખલ થવાય.