ટ્રકને ઓવરટેક કરવા જતા એમ્બ્યુલન્સ ખાડામાં ઉતરી: બે વ્યક્તિને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માત ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં આજે વહેલી સવારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે અકસ્માતના પગલે ઘટનાસ્થળે દર્દીનું મોત નિપજ્યુ છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ બાબતની જાણકારી પોલીસ તંત્રને થતા તાત્કાલીક ઘટના સ્થળે પોલીસના ધામા દોડી ગયા છે.ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર સરકારી એમ્બ્યુલન્સ અને અકસ્માત નડ્યો છે.
અકસ્માતના પગલે ઘટનાસ્થળે જઈને અમદાવાદ ખાતે રીફર કરવાના હતા તે દર્દીનું મોત નિપજવા પામ્યું છે ત્યારે હાલમાં લીમડી પોલીસ ઘટના સ્થળે રવાના થઇ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લીંબડીના જનસાળી નજીક આ અકસ્માત સર્જાયો છે ટ્રકને ઓવરટેક કરવા જતા એમ્બ્યુલન્સ ખાડામાં ઉતરી જવા પામી છે અને ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક તેને સારવાર માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
ત્યારે આ બાબતની જાણકારી પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી જઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અકસ્માતના પગલે હાઇવે ઉપર રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો પરંતુ ત્યાં પોલીસ પહોંચી અને અકસ્માતના વાહનો પર રોડની સાઈડ કરીને ટ્રાફિક જામ ખુલ્લો કર્યો છે.