બેઠક જીતવા કોંગ્રેસે પાટીદાર ચહેરો ઉતારી બેઠક કબ્જે કરવા કમરકસી
ભાજપ અને આપ જો લેઉવા પટેલને ઉતારે તો કોંગ્રેસ પણ લેઉવા પટેલમાંથી યુવા અને પ્રતિભાશાળી ચહેરો ઉતારી બેંક કબ્જે કરવી જોઇએ તેવું રાજકીય નિષ્ણાંતોના મતથી જાણવા મળી રહ્યું છે. રાજકીય નિષ્ણાંતોના મતે જામનગર જીલ્લાની વાત કરીએ તો જામનગર જીલ્લામાં પાટીદારોની સંપૂર્ણ બહુમતી છે. ખાસ કરીને લેઉવા પટેલ સમાજની વસ્તી ધરાવતો જીલ્લો છે. જેમાં સમાવેશ થતો કાલાવડ તાલુકો, ધ્રોલ તાલુકો, જામનગર તાલુકા સહિતનો વિસ્તાર લેઉવા પાટીદાર વસ્તી ધરાવતો મતવિસ્તાર છે. કાલાવડ 76 વિધાનસભા બેઠક અનામત હોય જેથી પાટીદારોને ટીકીટ ન મળી શકે અને જામનગર ગ્રામ્ય-77 વિધાનસભા બેઠકમાં ભાજપમાંથી હાલના કૃષિમંત્રીને ટીકીટ મળવાની પુરેપુરી સંભાવના હોય અને આપમાંથી પણ પ્રકાશ દોંગા (લેઉવા પાટીદાર)ને ઉમેદવાર જાહેર કરી પાટીદારના વિસ્તારમાં પાટીદારને ઉતારી બેઠક કબ્જે કરવા દાવ ખેલ્યો છે. જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાર્ટી જો લેઉવા પાટીદારને ઉતારી દાવ ખેલતા હોય તો કોંગ્રેસને પણ લેઉવા પટેલને ટીકીટ આપવી જોઇએ તેવું રાજકીય નિષ્ણાંતોના મતે જણાઇ રહ્યું છે. જામનગર જીલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠક છે. જેમાં હાલ જામનગર શહેર દક્ષિણ બેઠકમાં આર.સી.ફળદુ ધારાસભ્ય તરીકે છે.
જામજોધપુર બેઠક ઉપર હાલ ચિરાગ કાલરીયા (કડવા પાટીદાર) ધારાસભ્ય છે તો રાજકીય જ્ઞાતિ સમીકરણ પ્રમાણે એક કડવા પાટીદારને અને બે લેઉવા પાટીદારને એક જામનગર ઉત્તર ક્ષત્રિય અથવા કોઇપણ અન્ય જ્ઞાતિને 76 કાલાવડ અનામતને આમ ભાજપ અને આમ આદમી પાર્ટી ફાળવે છે તો શું કોંગ્રેસ પર પણ બે બેઠક લેઉવા પટેલને નો આપી શકે…? આમ તો ભાજપના જીલ્લા અધ્યક્ષ તરીકે પસંદ કરે છે. કારણ કે જામનગર જીલ્લામાં વધુ વસ્તી લેઉવા પાટીદારોની છે. તો પછી રાજકીય નિષ્ણાંતોના મતે કોંગ્રેસ પક્ષ શા માટે પાટીદારોને જીલ્લા અધ્યક્ષ તરીકે પસંદ નથી કરતા તેમજ વિધાનસભા બેઠકની ઓછામાં ઓછી ત્રણ સીટો તો પાટીદારોને ફાળવવી જ જોઇએ. આમ છતા કદાચ કોંગ્રેસ પક્ષને પાટીદારોની જરૂરીયાત ન હોય એવું પણ નિષ્ણાંતોના મતે જાણવા મળી રહ્યું છે.
આ બધા જ સમીકરણોને જોતા કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે નહીતર આ વખતે વિધાનસભા-2022ની ચુંટણી પછી કદાચ જામનગર જીલ્લા સહિત ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના અસ્તિત્વનો સવાલ ઉભો થશે.