ઉપલેટામાં ગઇકાલે સાંજે નિર્ધારીત કરતા બે કલાક સમય મોડા પહોચેલા હાર્દિક પટેલ પાટીદાર સમાજને સંગઠીત રહેવા હાંકલ કરેલ હતી.
ગઇકાલે સાંજે એ લગ્ન પ્રસંગેમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે પાટીદાર સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો સાથે વિચાર ગોષ્ઠી કરતા જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષ થયા સમાજ માટે ભાવિ વિઘાર્થી ભાઇ-બહેનો માટે મે લડતના મંડાણા કર્યા જયારે લઢડત શરુઆતમાં હું એકલો હતો વચલા સમયમાં બધા માણસો આવ્યા ચુંટણી આવતા સૌ સૌની રીતે ગોઠવાઇ ગયા ત્યારે ઘણા એમ કહે છે કે આંદોલન પડી ભાંડયું છે. પણ આજે હું એકલો જ લડત ચલાવું છું. આવનારા દિવસોમાં બધા મારી સાથે આવશે ત્યારે સમાજને મારો એક જ અપીલ છે પાટીદાર સમાજ સંગઠીત બનશે તો છેેલ્લા ત્રણ વર્ષમાં સમાજને ઘણું મળ્યું છે
તેના કરતાં પણ વધુ મળશે ત્યારે સમાજ સંગઠીત હશે તો નાની મોટી લાલચમાં આવતા નહી ગઇ ધારાસભાની ચુંટણીમાં ઘણા લોભા લાલચ આવીને જતા રહ્યા પણ પાછી એક વર્ષ પછી આવે જ છે ત્યારે જે સમાજ સંગઠીત હશે તો ચોકકસ પરિણામ મળશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આમાં આ વિચાર ગોષ્ઠીમાં ધારાસભ્ય લલીતભાઇ વસોયા કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, જીલ્લા પાસના અગ્રણી નયન જીવાણી મહીલા પાસના રેખાબેન શિણોજીયા, ઉપલેટા પાસના ક્ધવીનર ગીરીશભાઇ આરદેરાણા પાનેલી પાસના જતીન ભાલોડીયા, ભાવેશભાઇ કાલરીયા, પ્રિન્સ સોલાધરા, દિપકભાઇ ચાંગેલા, ચંદુભાઇ જોગાણી, સહીતના પાટીદાર માં ના શ્રેષ્ઠીઓ યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા.