ઉમિયાધામ સિદસર ખાતે તા.3 જુલાઇએ 251 કળશ પૂજન સાથે ‘મા ઉમા કળશ’ યોજનાનો પ્રારંભ
ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમાજ ઉત્કર્ષ માટે અમલી બનાવાયેલા ‘માં કળશ યોજના’ અંગે આજે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા, ટ્રસ્ટીઓ જીવનભાઇ ગોવાણી, નાથાભાઇ કાબરીયા, પ્રભુદાસભાઇ કણસાગરા, કાંતિભાઇ માકડીયા, ભુપેશભાઇ ગોવાણી તથા મીડીયા સમીતીના ક્ધવીનર રજનીભાઇ ગોલએ વિશેષ વિગતો આપી હતી.
પાવન ભૂમિ સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાનિઘ્યમાં તાજેતરમાં જ નવનિર્મિત ઉમિયાધામના લોકાપર્ણ બાદ મંદિર સંસ્થાન દ્વારા પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે અનેક યોજના અમલી બનાવાય છે. જે અંતર્ગત દાતાઓના યોગદાન અને કાર્યકર્તાઓના શ્રમદાન થકી ઉમિયા ધામ હવે તીર્થધામની સાથે પર્યટનધામ બની રહ્યું છે. ઉમિયાધામના માઘ્યમથી સૌરાષ્ટ્રભરના બે લાખ પરિવારોને સાંકળતી માં ઉમા કળશ યોજનાનો આગામી તા. 3 ને રવિવારથી પ્રારંભ થઇ રહ્યો છે.
કડવા પાટીદારોની આસ્થાનું કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર સિદસરમાં આગામી તા. 3 જુલાઇના રોજ સવારે 9.30 કલાકે મા ઉમિયાના ચરણોમાં 251 કળશ પૂજન કરી મા ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટીઓ, દાતાઓ, કારોબારી, સભ્યો, સંગઠન સમિતિના સભ્યો, મહિલા તથા યુવા સંગઠનના સભ્યો, મંદિરની તમામ સમીતીના સભ્ય ઉ5સ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બહેનો લાલ સાડીમાં તથા ભાઇઓ પીળા કુર્તા પપાયજામાં સજજ થઇ ઉ5સ્થિત રહેશે.
ઉમિયાધામ સિદસરના આગેવાનો ઉમિયા માતાજી મંદિર ના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ તથા ઉપપ્રમુખ ચિમનભાઇ સાપરીયા, જગદીશભાઇ કોટડીયા, રાજકોટ ઉમાભવનના મુખ્ય દાતા અને ટ્રસ્ટી જીવનભાઇ ગોવાણીએ જણાવ્યું હતું કે સમાજ ઉત્કર્ષ ના ભગીરથ કાર્ય માટે સમાજનો મઘ્યમ વર્ગીય પરિવાર પણ મા ઉમિયાના ચરણોમાં ‘તારૂ તુજને અર્પણ’ ના ભાવ સાથે મા ઉમા કળશ યોજના અંતર્ગત મા પધાર્યા મારે ઘેરના ભાવ સાથે પોતાના ઘેર કળશનું સન્માન કરશે તેમજ સ્થાપિત કળશમાં પરિવારના સભ્યો દીઠ દૈનિક ઓછામાં ઓછા એક રૂપિયાની લઇ યથાશકિત રકમનું યોગદાન આપવા સંકલ્પ કરશે.
‘ટીપે ટીપે સરોવર ભરાય’ તે ઉકિતને ચરિતાર્થ કરતી આ માં ઉમા કળશ યોજનાનો પ્રારંભ પ્રાથમીક ધોરણે રાજકોટ શહેરમાં શરુ થશે. આ કળશ યોજના થકી પ્રત્યેક પાટીદાર પરિવાર દરરોજનો 1 રૂપિયા લેખે વર્ષના 365 રૂપિયા નિધિ જમા કરાવશે. રાજકોટ શહેરના રપ હજાર પાટીદાર પરિવારોને આ યોજનામાં પ્રથમ તબકકે જોડવામાં આવશે. ત્યારબાદ સૌરાષ્ટ્રભરન બે લાખ પરિવાર સુધી આ યોજનાને લઇ જવાની નેમ છ. આ કળશ યોજના થકી એકત્ર થયેલી નિધિ ઉમિયાધામ સિદસર દ્વારા સામાજીક શૈક્ષણીક અને આરોગ્ય ક્ષેત્રે નિર્ધારીત વિવિધ પ્રોજેકટોમાં વપરાશે. પાટીદાર પરિવારો ની એકતા અને અખંડિતતાના ઉદાહરણ રુપ આ માં ઉમા કળશ યોજનામાં જોડાઇને સમાજ ઉત્થાનના સેવા યજ્ઞમાં આથીક યોગદાન થકી આહુતિ આપવા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના પ્રમુખ ચેરમેન તથા ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ પ્રેસ એન્ડ મિડીયા સમીતી સિદસરના રજનીભાઇ ગોલે જણાવ્યું છે.