સંત ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે
તમામ આવક જ‚રતમંદો તેમજ ગૌશાળા માટે વપરાશે: નરેશભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન: આયોજનમાં પ્રમુખ ભરત પીપળીયા, ઉપપ્રમુખ અતુલ કમાણીના માર્ગદર્શન હેઠળ કમિટી કાર્યરત
સંત ભોજલરામ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા પાટીદાર પ્રીમિયમ લીગ ૨૦૧૯ નું ધમાકેદાર આયોજન મોરબી રોડ ખાતે કરવામાં આવેલ છે તો દરેક આમંત્રીતોને કાલની ઓપનિંગ સેરેમનીમાં ખાસ હાજર રહેવા આયોજક કમીટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સતત ત્રીજા વર્ષે ધમાકેદાર આયોજન કરાયું છે. આ આયોજન માં થતી તમામ આવક જરૂરિયાત મંદો ને તેમજ ગૌશાળા ના લાભાર્થે વપરાય છે આ તકે કિશાન ગૌશાળા અને માં ગૌરી ગૌશાળા બન્ને ને રૂપિયા ૫૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવશે.
આજની ઓપનિંગ મેચ ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશભાઈ પટેલ મૌલેશભાઈ પટેલ (બાન લેબ) પોલીસ કમિશનર અગ્રવાલના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે તેમજ બ્રિગેડીયર અજીતસિંહ તથા ખોડલધામના ટ્રસ્ટી હર્ષદભાઈ માલાણી ભવાનભાઈ રંગાણી યુવી કલબના મહેન્દ્રભાઈ ફળદુ શિવરાજભાઈ પટેલ (સદજ્યોતા ટ્રસ્ટ) મિતુલભાઈ દોન્ગા (મુદ્રા ઇવેન્ટ) તેમજ વી.પી. વૈષ્ણવ (આરસીસી) જે.બી. બુસા (ઉદ્યોગપતિ) આ બધા મુખ્ય મહેમાનો ઓપનિંગ માં હાજરી આપશે. ટૂર્નામેન્ટ કાલે સાંજે ૬:૩૦ વાગ્યે, જકાત નાકા પાસે, મોરબી રોડ, રાજકોટ ખાતે યોજાશે.
આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા ટ્રસ્ટ ના પ્રમુખ ભરતભાઈ પીપળીયા ઉપપ્રમુખ અતુલભાઈ કમાણી ડો. પાર્થ ઢાંકેચા એડવોકેટ ચેતન ચભાળિયા વિશાલભાઈ રામાણી વિમલભાઈ મુંગરા પરેશભાઈ લીંબસીયા કૈલાસભાઈ ચભાળિયા પરેશભાઈ ઢોલરીયા ભૂપતભાઈ કાનાણી રમેશભાઈ લુણાગરિયા દિલીપભાઈ મુંગરા તેમજબ પીપીએલની યુવા કમિટી ખૂબ જહેમત ઉઠાવી રહી છે.