- અમરેલી બોગસ લેટરકાંડ મામલો
- કોર્ટે પાટીદાર યુવતી પાયલના જામીન કર્યા મંજૂર
અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ કેસમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીને આખરે જામીન મળ્યા છે, જેનાથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર સમાજના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત 4 લોકોની ધરપકડ કરી. જો કે, વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જેના કારણે ભારે વિરોધ થયો.
અમરેલી લેટરકાંડમાં પાટીદાર પાયલ ગોટીની જામીન માટે ખોડલધામ સમિતિ અને પાટીદાર આગેવાનો દિનેશ બાંભણીયા, મનોજ પનારા, ગોપાલ ઈટાલીયા સહિતના આગેવાનો કોર્ટમાં મોડી સાંજ સુધી રોકાયા હતા. આ સમગ્ર મામલે ફરિયાદી અને પોલીસ દ્વારા 169નો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટમાં સ્વીકાર્યું કે યુવતી પૂરતો કેસ પાછો ખેંચવા એફિડેવિટ રજૂ કર્યું છે. જો કે આ પાટીદાર યુવતીને જામીન મળ્યાં નથી. કોર્ટે આગામી 4 જાન્યુઆરી સુધી ચુકાદો અનામત રાખ્યો છે. રેગ્યુલર જામીન અરજીની સુણાવાનણી આવતીકાલે પણ છે.
આ ઘટનાક્રમ વચ્ચે, શુક્રવારે સેશન્સ કોર્ટમાં પાયલ ગોટીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી. આ નિર્ણયથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર અને અન્ય સમાજના લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. કોર્ટે પંદર હજારના બોન્ડ પર રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. આવતીકાલે, શનિવારે, આરોપ મુક્ત કરવાની અરજી પર સુનાવણી થશે અને જો કાર્યવાહી સમયસર પૂર્ણ થશે તો પાયલ ગોટીને આજે જ જેલમાંથી મુક્તિ મળી શકે છે.
અમરેલી લેટરકાંડ
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં અમરેલીના ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. આ મામલે મામલે કિશોર કાનપરીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ પૂર્વ ભાજપ હોદ્દેદાર મનિષ વઘાસીયા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલનો પણ સમાવેશ થાય છે. પોલીસે બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું, જેમાં પાટીદાર યુવતી પણ સામેલ હતી. આ ઘટનાથી પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે.