શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ પઠાણને લઈને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિરોધનો વંટોળ છવાયો હતો. બજરંગ દળ સહિતના અનેક નેતાઓએ કહ્યું હતું કે અમે આ ફિલ્મ દેશમાં રિલીઝ નહીં થવા દઈએ ત્યારે ગુજરાતના વિવિધ મલ્ટિપ્લેક્સ માલિકોનું એક પ્રતિનિધિમંડળ બુધવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી અને જમણેરી જૂથોના વિરોધનો સામનો કરી રહેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ પર મલ્ટિપ્લેક્સને સુરક્ષાની માંગ કરી હતી ત્યારે ગૃહરાજ્ય મંત્રીએ સુરક્ષા બાબતે ખાતરી આપી હતી.
મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઑફ ગુજરાત (એમએજી) ના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન, મંત્રીએ ફિલ્મની રજૂઆત પર સિનેમા પ્રદર્શકોને ધમકી આપતા. બજરંગ દળે કહ્યું કે તે ફિલ્મને ગુજરાતના સિનેમા હોલમાં પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપવાના તેના નિર્ણય પર અડગ છે કારણ કે ફિલ્મમાં એક ગીત હિંદુ ધર્મનું “અપમાન” કરે છે.
સુત્રોના જણાવ્યા મુજબ 25મી જાન્યુઆરીએ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે. ત્યારે એસોસિએશનના હોદ્દેદારોએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને સુરક્ષાની માંગણી કરી,મુલાકાત બાદ હર્ષ સંઘવી તરફથી સુરક્ષાની ખાતરી મળ્યાનો દાવો એસોસિએશનના પ્રમુખે કર્યો છે.
દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીના બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના તમામ નેતાઓને કાર્યકરોને એવી સૂચના આપી હતી કે હિન્દી ફિલ્મોની વિરુદ્ધમાં બિનજરૂરી નિવેદન બાજી થી બધાએ દુર રહેવું જોઈએ ત્યારે ગુજરાતના મલ્ટિપ્લેક્સ એસોસિએશન (પઠાણ ફિલ્મ) એ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત કર્યા બાદ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી છે કે ફિલ્મની રિલીઝમાં કોઈ અડચણ નહીં આવે. જરૂર પડ્યે મલ્ટીપ્લેક્સ માલિકોને પણ સુરક્ષા મળશે. આ પછી મલ્ટીપ્લેક્સ માલિકોએ પઠાણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.