બોલીવુડના કિંગ ખાનની ફિલ્મ આજે દેશના તમામ થિયેટરમાં રિલીઝ થશે ત્યારે આ ફિલ્મને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થિયેટરમા સુરક્ષા બાબતે ખાતરી આપી હતી. વાંધાજનક બાબતોને લઈ અને કેટલોક વિવાદ થયો તો જોકે જનક બાબત ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે છતાં પણ કેટલાક લોકો દ્વારા આ ફિલ્મને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી રાજકોટ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા તમામ મલ્ટિપ્લેક્સ અને થિયેટર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
પઠાણ ફિલ્મ રિલીઝ થતા શહેર પોલીસ એલર્ટ બની છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજકોટમાં પોલીસ દ્વારા થિયેટરો અને મલ્ટિપ્લેક્સની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના આર વર્લ્ડ થિયેટર સહિતના સિનેમાઘરોમાં પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી છે.સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ છે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ફિલ્મ અંગે કોઈ પણ પ્રકારની વાંધાજનક બાબતો અને અફવાઓ ઉપર ધ્યાન આપવામાં આવે નહીં. તમામ મલ્ટિપ્લેક્સ અને થિયેટરોના માલિકો સાથે માઇક્રો લેવલે મિટિંગ કરવામાં આવી છે. લોકોએ કોઈ પણ પ્રકારના અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા તમામ થિયેટરો તેમજ મલ્ટિપ્લેક્સ સાથે શહેરના કોમી સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. જે કોઈપણ અસામાજિક તત્વ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય તેવી અફવાઓ ફેલાવવામાં આવશે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફિલ્મમાં જે વાંધાજનક દ્રશ્યો હતા તે દૂર કરવામાં આવ્યા છે અને આવી વાંધાજનક કોઈપણ બાબત હોય તેવી અફવાઓમાં લોકોએ ધ્યાન આપવું નહીં અને માત્ર ફિલ્મનો આનંદ માણે તેવી લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં થિયેટરની બહાર પોલીસ પ્રોટેક્શન
બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાન ભારે વિવાદોમાં ઘેરાયેલી રહી છે, જે આજે રિલીઝ થઈ ગઈ છે. જેના કારણે અમદાવાદમાં આજે થિયેટર બહાર પોલીસનો ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. પઠાણ ફિલ્મ રિલીઝ થતાં થિયેટરો-મલ્ટિપ્લેક્સમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.