લેખાનુદાનમાં ખેડૂત, વેપારી, મધ્યમવર્ગ માટે રાહતોનો વરસાદ: ચાર માસના ખર્ચની મંજૂરી: સંપૂર્ણ બજેટ જૂન અથવા જુલાઈ માસમાં રજૂ કરવામાં આવશે

એપ્રીલ અને મે માસમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય આજે ગુજરાત વિધાનસભામાં રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિનભાઈ પટેલે વચગાળાનું બજેટ એટલે કે,લેખાનુદાન રજૂ કર્યું હતું. જેમાં આગામી ચાર માસ માટે ખર્ચની મંજૂરી માંગવામાં આવી હતી. વચગાળાના બજેટને પણ ચૂંટણીલક્ષી ટચ આપવામાં આવ્યો છે જેમાં ખેડૂતો, વેપાર, મધ્યમવર્ગ, મહિલા અને વિદ્યાર્થીઓ માટે અનેક રાહત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ આગામી જૂન અથવા જુલાઈ માસમાં કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના પાંચ દિવસના ટૂંકા બજેટ સત્રનો ગઈકાલથી આરંભ થયો હતો. જેમાં વિરોધ પક્ષે પુલવામાં થયેલા આતંકી હુમલાનો ઉગ્ર વિરોધ કરી સરકારને ભીડવવાના પ્રયાસ કર્યો હતો. બજેટ સત્રના બીજા દિવસે રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વચ્ચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.DSC 9408

જેમાં આગામી ચાર માસ માટે ખર્ચની મંજૂરી માંગવામાં આવી હતી. સામાન્ય રીતે દર વર્ષે ફેબ્રુઆરી માસમાં રાજય સરકાર દ્વારા નાણાકીય વર્ષ માટેનું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે એપ્રીલ અને મે માસમાં લોકસભાની ચૂંટણી યોજાવાના કારણે સંપૂર્ણ બજેટ રજૂ કરી શકાય તેમ ન હોવાના કારણે વચ્ચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ચાર માસના ખર્ચની મંજૂરી મેળવવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નું પૂર્ણ બજેટ આગામી જૂન અથવા જુલાઈ માસમાં એટલે કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ રજૂ કરવામાં આવશે. વચ્ચગાળાના બજેટમાં પણ મતદારોને આકર્ષીત કરવા માટેના ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા છે.

બજેટમાં ખેડૂતો માટે, મધ્યમવર્ગ માટે, મહિલાઓ માટે અને વિદ્યાર્થીઓ માટે અનેકવિધ રાહત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રાજયના વિકાસને વેગ મળે તે માટે મહાપાલિકાઓ,નગરપાલિકાઓ,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.

ટૂંકમાં બજેટમાં તમામ વર્ગના લોકોને આકર્ષવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજયનું પૂર્ણ બજેટ આગામી જૂન કે જુલાઈ માસમાં રજૂ કરવામાં આવશે. જીએસટીની અમલવારી બાદ રાજય સરકારની આવકમાં પણ વધારો નોંધાયો હતો. બજેટમાં ગુજરાતવાસીઓ પર કોઈ વધારાનો કરબોજ લાદવામાં આવ્યો નથી.

૫ દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અલગ અલગ ૭ વિધાયકો પસાર કરવામાં આવશે.રૂપાણી સરકારના વચ્ચગાળાના બજેટની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.