૧૭મી સુધીમાં નામ નોંધાવી દેવા અનુરોધ: સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે વિશાળપાયે તૈયારી
ઈસુના નવા વર્ષનો પ્રારંભ થઈ ચુકયો છે. વિશ્ર્વમાં સૌએ ૨૦૨૦નું સ્વાગત કર્યું ત્યારે રાજકોટના પટેલ સેવા સમાજે નવતર અભિગમ અપનાવી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વડીલવંદના કાર્યક્રમ દ્વારા નવા વર્ષના સ્વાગતનું સરાહનીય આયોજન કયુર્ં છે.
કાર્યક્રમની વિગત આપતા પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિદભાઈ કણસાગરાએ જણાવ્યું હતું. કે સમય સાથે હદય મિલાવતા રહી સમાજના ઉર્ત્કષ માટે નુતન અભિગમ સાથે સામાજિક,શૈક્ષણિક,ધાર્મિક અને આરોગ્ય ક્ષેત્રમાં અવિરત કાર્યક્રમ આપતા રહેવાની સમાજની કટિબધ્ધતાને અનુરૂપ આકાર્યક્રમનું આયોજન વિચારાયું છે.
તેમણે કહ્યું હતું કે પ્રત્યેક સમાજના ભાવિના સારથી અનુભવની એરણ પર ઘડાયેલા તે સમાજના વડીલો હોય છે.સમાજના યુવાનોના ઘડતરમાં આ વડીલોનું માર્ગદર્શન જ બુનિયાદી હોય છે.આ વડીલોની ઉપેક્ષા કરતો સમાજ ભાવિના લક્ષ્ય પાર પાડી શકે નહી,વડીલો સમાજની શાન અને ઘર-ઘરની ઓળખ હોય છે.આવા વડીલોની વંદના સાથે નવા વર્ષમાં સૌ સાથે મળી સમાજની પ્રગતિ માટે સંકલ્પબધ્ધ થઈને અને તે માટેના પ્રયાસોમા વડીલો સમાજના સારથી બની રહે તેવા કેન્દ્રવર્તી વિચાર સાથે આગામી તા.૨૨ જાન્યુઆરી,૨૦૨૦ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે બપોરે ૩.૩૦ કલાકે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જાણીતા વકતા અને લેખક જય વસાવડાનું પ્રેરક વકતવ્ય પણ રાખવામાં આવ્યું છે. કાર્યક્રમને અંતે તમામ ઉપસ્થિત વડીલો સાથે સમૂહ ભોજનનું પણ આયોજન ગોઠવાયું છે. રાજકોટમાં વસતા કડવા પાટીદાર સમાજના ૬૦ વર્ષ કે તેથી ઉપરની વયના પુરૂષ વડીલો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૪૦૦૦ વડીલો સામેલ થશે તેવો અંદાજ છે શહેરના જે વડીલો આ કાર્યક્રમમાં સામેલ થવા ઈચ્છતા હોય તેવો સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી ફોર્મ મેળવી નિ:શૂલ્ક નામ નોંધાવી શકે છે.
પટેલ સેવા સમાજ સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈ ચાંગેલા અને પ્રોજેકટ ચેરમેન અમુભાઈ ડઢાણીયાએ ઉમેર્યું હતું કે સંસ્થાના યુવાનો અને મહિલાઓ ની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ નોંધણી માટે કાર્યરત છે જે તે વિસ્તારના વડીલો તેમણે પણ પોતાનું નામ નોંધાવી શકે છે.અથવા $http://bit.ly/ વડીલ- વંદના વેલકમ-૨૦૨૦ લીંક દ્વારા પોતાનું નામ નોંધાવી શકશે,તેમજ નામ નોધણી માટે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી ફોર્મ મેળવી સકસે શહેરના તમામ વડીલોને તા.૧૭ જાન્યુઆરી પહેલા નોંધણી કરાવી લેવા અનુરોધ કરાયો છે.