ચોમાસાને હજી બે મહિનાની વાર જળાશયો ખાલી ખમ્મ: ચૂંટણી વર્ષમાં સરકારનું ટેન્શન વઘ્યું

ચોમાસાની સિઝનમાં મેઘરાજા મને મૂકીને વરસ્યા હતા છતાં કાળઝાળ ઉનાળામાં દેશ માટે વિકાસ મોર્ડન મનાતું ગુજરાત રાજયમાં પાણીની હાડમારી સર્જાય છે પટેલ સરકાર પાણી પ્રશ્ર્ને ચિંતામાં મૂકાય ગઇ છે દરમિયાન આજે કેબીનેટની બેઠકમાં પાણી અંગે વિસ્તૃત ચિંતન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર: ઉતર ગુજરાત, મઘ્ય ગુજરાત કચ્છ સહીતના જળાશયોના તળીયા દેખાવા લાગ્યા છે. હજી ચોમાસાની સિઝનને પુરા બે મહિના બાકી રહ્યા છે. આવામાં ચૂંટણી વર્ષમાં ભાજપ સરકારનું ટેન્શન વધી રહ્યું છે.

ચોમાસાની સિઝનમાં સંતોષકારક વરસાદ ન પડે ત્યાં સુધી જનતાને પીવાનું પાણી પુરુ પાડયું છે રાજય સરકાર માટે સૌથી પડકાર બની ગયો છે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં રાજય સરકારના મંત્રી મંડળની બેઠક મળી હતી જેમાં રાજયના વર્તમાન પાણી પ્રશ્ર્ને ચિંતા વ્યકત કરવામાં આવી હતી અને ચિંતન પણ કરવામાં આવ્યું હતું. ચુંટણી વર્ષમાં જ રાજયમાં ફરી બેડા યુઘ્ધના દિવસો ન સર્જાય તે માટે સરકાર ગંભીર બની છે સરદાર સરોવર ડેમમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોવાના કારણે કોઇ મોટી ઉપાધી નથી પરંતુ આ પાણી તમામને પહોચડવું મોટો પડકાર બની રહેશે. મોટા શહેરોમાં અગાઉથી જ પર્યાપ્ત માત્રામાં નર્મદાના નીર આપી દેવામાં આવ્યા છે.

હવદે ગામડામાં પાણીની સમસ્યા ન સર્જાય તે સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે.

આજે કેબિનેટની બેઠકમાં ગુજરાતના વર્તમાન પાણી પ્રશ્ર્ન ઉપરાંત આગામી 1લી મેના રોજ આવતા રાજયના સ્થાપના દિનની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજયના અલગ અલગ ઝોનમાં કેટલા જળાશયોમાં પીવા લાયક પાણીનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે તેનો તાગ મેળવવામાં આવ્યો હતો. ઉપરાંત જે ગામોમાં પાણીની સ્થિતિ ગંભીર છે અને આગામી દિવસોમાં જળ સંકટ વધુ વિકટ બને તેવા વિસ્તારો ઝડપથી પાણી પ્રશ્ર્ન હલ કરવાને પ્રાધાન્ય આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.