કારમાં આવેલા બે શખ્સોએ તલવાર અને ધારિયાથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું
સમઢીયાળા ડબલ મર્ડર બાદ વડગામમાં જમીન મુદ્દે 18 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા થતા પાંચ દિવસમાં ત્રીજી હત્યા ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઇ છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. સમઢીયાળા ગામમાં જમીન મુદ્દે બે ભાઈઓની હત્યા કરવામાં આવી, આ ઘટનાને હજી અઠવાડિયું પણ થયું નથી, ત્યાં પાટડી તાલુકાના વડગામમાં વધુ એક યુવાનની જમીનના મામલામાં જ હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે.
પાટડી તાલુકાના વડગામમાં જમીન મુદ્દે 18 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ યુવક પર જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખવામાં આવી છે. 18 વર્ષના યુવાનની હત્યાથી ભારે ઉહાપો મચી ગયો છે. ઘટનાની જાણ થતા ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
જૂની અદાવતમાં સરાજાહેર હત્યાપાટડીના વડગામમાં બે શખ્સોએ તલવારના ઘા મારી 18 વર્ષીય યુવકની હત્યા નિપજાવી, જમીનનો મામલો કારણભૂતપાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષના યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ગાડીમાં આવેલા શખ્સો ઘાતક હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં દસાડા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટડી તાલુકાના વડગામમાં જમીનની જૂની અદાવત મામલે વડગામ ગામમાં છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઇ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તલવાર અને ધારીયાના ઉપરાછાપરી ઘા ઝીંકી ગાડીમાં જ ફરાર થઇ ગયા હતા. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા 19 વર્ષના રાહુલ લક્ષ્મણભાઇ ઠાકોરને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ ફરાર થયેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.