ધ્યાન મૂલમ ગૂરૂમૂર્તિ, પુજા મૂલમ ગુરૂપદમ્… મંત્ર મૂલમ ગુરૂવાકય, મોક્ષ મૂલમ ગુરૂકૃપા…
સંત શીરોમણી પૂ. જગાબાપાની અગિયારમી પૂણ્યતિથી સાથો સાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞ, મૂર્તિ પૂજન, અને રાસ ગરબાની રમઝટ
ગુરુ કૃપા હી કેવલમ..
સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ અને વિશ્વભરના ભાવિકોની આસ્થાના પ્રતીક પાટડી જગા બાપા પ્રેરિત ઉદાસી આશ્રમ ખાતે સીતારામ પરિવાર દ્વારા ત્રિ દિવસીય જગદીશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આસ્થાભેર ઉજવણીમાં દેશ દેશાવરના શિવભક્તોની ભક્તિની હેલી ઉમટી હોય તેમ પાટડી ઉદાસી આશ્રમમાં “સચેતન હાજરાહજૂર “જગા બાપાની અગિયારમી પુણ્યતિથિ સાથે જગદીશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેવડા પાવન અવસર નો ધર્મ લાભ લેવા ભાવિકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે…
પાટડી ઉદાસી આશ્રમ માં સદગુરુ ભગવાન બ્રહ્મનિષ્ઠ શ્રી જગાબાપાના દાદા ગુરુ શ્રી ઉદાસગીરી મહારાજ ના આશીર્વાદથી 20 થી 22 માર્ચ સુધી ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે ઉદાસી આશ્રમના ગાદીપતિ મહંત પૂ. ભાવેશ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા મહોત્સવમાં બ્રહ્મનિષ્ઠ સદગુરુ જગા બાપા ની પ્રેરણાથી જગદીશ્વર મહાદેવના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે શિવ પરિવારના ધાર્મિક પ્રસંગો માં દેશ દેશાવર ભાવિકો ધર્મમય બનીને ધર્મોત્સવ નો લાભ લઇ રહ્યા છે પ્રથમ દિવસે યજ્ઞ મંડપ પ્રવેશ, પ્રસાદ તથા અનેક ધાર્મિક વિધિ કરવામાં આવી હતી બીજા દિવસે વિવિધ પૂજન વિધિ તથા સમગ્ર પાટડી ગામ માં ભગવાન શિવ નગર ચર્યા એ નીકળ્યા હતા.. તથા ભવ્ય શોભાયાત્રા માં 150 થી વધુ કાર નો કાફલો જોડાયો હતો.. ઠેર ઠેર ચોકે ચોકે ભાજપ ના આગેવાનો દ્વારા પૂજ્ય ભાવેશ બાપુ તથા પૂજ્ય વૈભવ બાપુ ને ફુલડે વધાવ્યા હતા… અને ભવ્ય શોભાયાત્રા માં સહભાગી થયા હતા….
બપોરે તથા રાતે ભાવિ ભક્તો એ મહાપ્રસાદ નો લહાવો લીધો હતો.. અને રાત્રે અનેક કલાકારો જેવાકે બ્રીજરાજ દાન ગઢવી ,વિજય સુવાળા , જ્યમંત દવે , દિવ્યાબેન ચૌધરી સહિતના કલાકારો ના સથવારો ગરબા ની રમઝટ બોલાવાઈ હતી… આજે સવાર થી જ પૂજ્ય ભાવેશ બાપુની નીશ્રા માં પ્રાત: પૂજન , મંદિર ના મહોત્સવ ની વિધિ , હોમ વિધિ , ઉતર તંત્ર સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે..જેમાં વિવિધ જગ્યા એ થી ભાવિ ભક્તો નું ઘોડાપૂર ઉમટી પડ્યું છે…
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગતરાત્રે અનેક કલાકારોના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી. આજે શાસ્ત્રોકતવિધિ સાથે અને વાજતે-ગાજતે જગદીશ્ર્વર મહાદેવની પ્રાણ -પ્રતિષ્ઠામાં ગાદિપતિ પૂ. ભાવેશબાપૂ તથા પૂ. વૈભવબાપૂ સહિત લાખોની સંખ્યામાં ભાવિ-ભકતો, શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે રાત્રે કિર્તીદાન ગઢવી, જીજ્ઞેશ બારોટ, દેવરાજ ગઢવી, (નાનો ડેરો) બ્રીજરાજદાન ગઢવી, ગમન સાંથલ, વિજય સુવાડા, હકાભા ગઢવી, ઉમેશ બારોટ, સાગરદાન ગઢવી, જયવંત દવે, મેરૂ રબારી, દાદુભાઈ રબારી સહિતના કલાકારો સંતવાણી પ્રસ્તુત કરશે.
ઝાલાવાડના જોગી અને દુ:ખિયાના બેલી એવા પૂ. જગાબાપાએ લગભગ 30 વર્ષ પહેલા પૂ. ઉદાસીબાપુની પરમ સેવા કરી અને તેમની કૃપા પ્રાપ્ત કરી હતી. ગુરૂની કૃપા અને ભગવાન મહાકાલ એવા શિવજીમાં અનન્ય શ્રધ્ધાનો સમન્વય કરીને લોકોનાં દુ:ખો નિ:સ્વાર્થ ભાવે સેવા થકી દૂર કરવાનું શરૂ કરેલ અને આજે હજારો ભવિકો ગુરૂ ભકિતમાં લીન થઈ રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલુ ખારાગોઢા રોડ પર ઉદાસી આશ્રમ આવેલ છે. જયાં દર અમાસે ભજન, ભોજન અને યજ્ઞ દ્વારા હજારો સીતારામ પરિવારના લોકો લાભ લઈ રહ્યા છે. ‘ગુરૂકૃપા હી કેવલમ’ સૂત્ર સાથે પૂ. જગાબાપાએ કોઈ પણ પ્રકારની અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપ્યા વગર યજ્ઞયાત્રાદી ક્રિયાક્રમ થકી લોકોના કામો કર્યા અને લોકોની શ્રધ્ધામાં ઉતરોતર વધારો થતો ગયો.
સદગુરૂએ શબ્દોમાં આર્શીવાદ આપવાની કયારેય જરૂર હોતી જ નથી શિષ્યના માથા પર પ્રેમથી મુકાયેલો હાથ કે શિષ્ય પર પડેલી એક નજર પણ શિષ્યનો ભવ તારી દે…જગાબાપાની અગિયારમી પૂણ્યતિથિ સાથે જગદીશ્ર્વર મહાદેવ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે.
જય હો જગા બાપા સીતારામ પરિવાર ઉદાસી આશ્રમ પાટડીના આંગણે બાપાના ભક્તો એ અનુભવ્યો બાપાની સચેતન હાજરીનો અણસાર
બાપા તું બડો ધણી… તુજસે બડા ના કોઈ, તું જિસકે સર પે હાથ રખે.. વો જગ મે બડો હોય
ભવ્ય શોભાયાત્રામાં પૂ. ભાવેશબાપુ, પૂ. વૈભવ બાપુને ફુલડે વધાવતા ભાજપ આગેવાનો: પાટડી બન્યું ‘શિવમય’
આજે રાત્રે કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી ( નાનો ડેરો), બ્રીજરાજદાન ગઢવી સહિતના કલાકારોની ભવ્ય સંતવાણી