મુસાફર ઘાયલ, અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટયો
પાટડી બજાણા રોડ પાસે રીક્ષા અને તૂશરિં કાર વચ્ચે સર્જાયો અકસ્માત રિક્ષામાં પાંચ મુસાફરો ભરીને રીક્ષા પસાર થઈ રહી હતી તેવા સમયે અકસ્માત સર્જાયો પતિ પત્ની અને રીક્ષા ના ડાઈવર સહિત ત્રણના મોત નિપજયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બજાણા હાઇવે ઉપર રિક્ષા નો ચાલક અને ચાર પેસેન્જર ભરી અને દસાડા બાજુ આવી રહ્યો હતો તેવા સમયે પાટડી બજાણા રોડ ઉપર એક સ્વિફ્ટ કાર ગાડીના ડ્રાઈવરે પોતાની કાર ઉપર કાબુ ગુમાવી અને ધડાકાભે રીક્ષા સાથે અથડાવી હતી ત્યારે અથડાતા રિક્ષામાં બેઠેલા ચાર મુસાફરો અને ડાઈવર સહિત પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તાત્કાલિક અસર 108 ના ડ્રાઈવરને જાણકારી આપવામાં આવતા જે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઊંચા ફરોને તાત્કાલિક અસર એ બજાણા ખાતે સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર મળે તે પહેલા જ ગંભીર ઈજા પામેલા રિક્ષા ના ડાઈવર નું મોત નીપજ્યું હતું
જ્યારે ચાર વ્યક્તિઓને વધુ સારવાર માટે વિરમગામ ખસેડ વામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું હતું અને તેમાંના વધુ એક મહિલા ઇજાઘસને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું ત્યારે વિરમગામ અને અમદાવાદ સારવાર માટે લઈ જતા હતા તે પતિ પત્નીના મોત નીપજ્યા છે અને હજુ હાલમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગત છે તેમોની સારવાર વિરમગામ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અકસ્માતમાં મોતને ભેટેલા રીક્ષાના ડાઈવર જાવેદભાઈ રહીમભાઈ બારૈયા બજાણા ગામના રહેવાસી તેમજ પીપળી ગામના દંપતી બાલાભાઈ મોતીભાઈ વાણીયા તેમજ તેમના પત્ની પરમબેન પાલાભાઈ વાણીયા આ દંપતીના પણ મોત નીપજ્યા છે
આ અકસ્માત સર્જાયો છે અને ત્રણ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે ગાડીનો ડ્રાઇવર ગાડી છોડી અને નાસી છૂટવામાં સફળ રહ્યો છે ત્યારે અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો ત્યારે તાત્કાલિક અસર એ બજાણા પોલીસને જાણકારી આપવામાં આવતા ઘટના સ્થળે દોડી જઈ અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વાહનોને એક સાઈટ કરી અને ટ્રાફિક પુરવઠ કરાવ્યો હોવાનું જાણવા મળે છે.