મંડળીના ચાર મૃત્તક સભાસદ સહિત 16ની બોગસ સહી કરી ધિરાણ મેળવી હોદ્ેદારો ભુગર્ભમાં
સમગ્ર કૌભાંડ રફેદફે કરવા રાજકીય આગેવાનોમાં દોડધામ
સુરેન્દ્રનગર જિલ્લામાં મંડળીઓમાં પડેલી રકમની ઉચાપત થતી હોય તેવી ફરિયાદ સતત વધતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી પંથકમાં આવેલી અને સૌથી જૂની ગણાતી પાટડી સહકારી જીન મંડળીમાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ સામે આવી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોના જે પૈસા પડ્યા હતા તેમાંથી ઉચાપત કરવામાં આવી છે અને પૈસા પડાવી લેવામાં આવ્યા હોય તેવો કારસો રચવામાં આવ્યા હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી પંથકની સૌથી જૂની સહકારી મંડળી એટલે પાટડી જિન સહકારી મંડળી.
પાટડી સહકારી જીન મંડળીમાં પડેલા 45 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવ્યાનું સામે આવ્યું છે કે પાટડી સહકારી જીન મંડળીના મંત્રી સહિતના હોદ્દેદારોએ મંડળીના સભ્યોની સહીઓ કરી નાખી છે અને ચાર જેટલા મૃતક સભ્યોની પણ સહી કરી નાખી અને મંડળીમાં પડેલા નાણા ની ઉચાપત કરવામાં આવી હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે મંડળીમાં પડેલા જે નાણા હતા તે ખેડૂતોના પાક ધિરાણના નાણા હોવાનું જાણવા મળે છે.
અલગ-અલગ 10 થી વધુ ખેડૂતો પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર થયા હતા. મંડળીના ઉચાપત નો જે કારસો છે તેને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પાટડી પંથકના ભાજપના અગ્રણી દ્વારા તમામ લોકો સાથે બંધ બારણે બેઠક કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ ન થાય તેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને મામલો દબાવી દેવામાં આવે તે પ્રકારનો કારસો રચવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઇ અને વધુ એક જીન મંડળી ઉપર અસર સર્જાય છે. ખેડૂતોના ખરા પરસેવાના પૈસા ઉચાપત કરી અને મંડળીના જે મંત્રી છે અને હોદ્દેદારો છે તે નાસી છૂટ્યા હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. ખેડૂતોના 45 લાખ રૂપિયા આ મંડળીમાં પડ્યા હોય અને તેની ઉચાપત થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે જોકે ભાજપના આગેવાનો પણ આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરી રહ્યા છે અને ખેડૂતો સાથે બેઠક કરી અને આ કોઈપણ પ્રકારનું વિગત બહાર ન આવે તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ અને પાટડીના સ્થાનિક આગેવાન વિક્રમભાઈ રબારીએ આ મુદ્દે જણાવ્યું છે કે પાટડી જીન મંડળીમાં જે કૌભાંડ આચારવામાં આવ્યું છે તેમાં ખેડૂતોના ખરા પૈસાની રકમ પડાવી લઈ અને મંડળીના મંત્રી અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભૂગર્ભમાં ઊતરી ગયા છે
ત્યારે 45 લાખની રકમમાં નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને મંડળીના મંત્રીની સહી હોવાનું જાણવા મળી રહ્યું છે. 45 લાખ રૂપિયાથી વધુ રકમની ઉચાપત થઈ હોય અને જે પૈકીના મંડળીના ચાર જેટલા સભ્યોની મૃત્યુ પામ્યા હોવા છતાં પણ સહયોગ કરી અને તેમાંથી નાણા ઉંચાપત કરી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ મુદ્દે તપાસ થવી જરૂરી છે.
મંડળીના મંત્રી સહિતના હોદ્દેદારો ભૂગર્ભમાં: મોબાઈલ પણ સ્વીચ ઓફ
પાટડી જીન સહકારી મંડળીમાં પડેલી રકમ ઉપાડી લઈ અને ખોટી સહીઓ કરી હોવાની ચર્ચા વહેતી થઈ છે અને 45 લાખ રૂપિયાનું કૌભાંડ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે જોકે આ મુદ્દે મંત્રી દ્વારા સમગ્ર મામલોને કારસો રચવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મુદ્દે તપાસ થવી જોઈએ પરંતુ જે મંડળીના મંત્રી જે મુખ્ય સૂત્રધાર છે અને તેમના દ્વારા જ આ સમગ્ર મામલે પૈસા ઉપાડવામાં આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે આ મંત્રી સહિતના મંડળીના હોદ્દેદારો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને કોઈપણ પ્રકારની ટેલિફોનિક ચર્ચા પણ હવે કોઈ સાથે કરતા નથી મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી નાખવામાં આવ્યા છે ખેડૂતોના ખરા પરસેવાના પૈસાથી આ મંડળી ચાલતી હતી.
પાટડી જીન સહકારી મંડળી ક્યાં સભાસદોના નામે પાક ધિરાણનું ઉચાપત થયું
પાટડી જીન સહકારી મંડળીના મૃતક સભાસદ રબારી ભેમાભાઈ હેમરાજભાઈ, ભીખાભાઈ રતિલાલભાઈ વાઢેર અને અન્ય બે સભ્યો છે. જેના નામે ધિરાણ લઇ ઉચાપત કરાઇ છે. જ્યારે કાળુભાઈ લવજીભા, મકવાણા જીવણભાઈ શંકરભાઇ, નારાયણભાઈ જગજીવનભાઈ પટેલ, સવજીભાઈ ત્રીકમભાઈ પટેલ, ખુશાલભાઈ નરસિંહભાઈ ઠાકોર, ભરવાડ માત્રાભાઈ મેરા ભાઈ, ગણેશભાઈ ભગવાનભાઈ ઠાકોર, નરેશભાઈ ભાઈલાલભાઈ, પ્રેમજીભાઈ લાલજીભાઈ, વાસુદેવભાઈ નાથાભાઈ, દયારામ ભાઈ મનહરભાઈ અને વિરજીભાઈ લાલજીભાઈના નામની ખોટી સહિ કરી ધિરાણ લેવામાં આવ્યું છે.