3408 વિદેશી દારૂની બોટલ, ટ્રક, ટ્રોલી સહિત રૂ.18.94 લાખનો મુદ્દામાલ એલસીબીએ કર્યો જપ્ત

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના ઝેઝરી ગામે દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના અડગરે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.12.33 લાખની કિંમતની 3408 વિદેશી દારૂની બોટલ અને ટ્રક,ટ્રોલી મળી કુલ રૂ.28.94 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પાટડી તાલુકાના ઝેઝરીની સીમમાં વિદેશી દારૂના ચાલુ કટીંગ પર છાપો માર્યો હતો. જેમાં વિદેશી દારૂની 3408 બોટલો સાથે 28.94 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં વિદેશી દારૂની 3408 બોટલો સાથે ટ્રક, ટ્રોલી સહિતનું ટ્રેક્ટર અને મોબાઇલ મળી રૂ. 28,94,936ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે આરોપીઓ ઝડપાયા હતા.

Screenshot 25 1

સુરેન્દ્રનગર એલસીબીની ટીમ દ્વારા અમદાવાદ- ધ્રાંગધ્રા નેશનલ હાઇવે રોડ પર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં તેઓને પાક્કી બાતમી મળી હતી કે, પાટડી તાલુકાનો ઝેઝરી ગામનો યાસીનખાન ઉર્ફે મુન્નો એલમખાન જતમલેક પોતાના સાગરિતો મારફત ટ્રકમાં બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઝેઝરીથી અંકેવાળીયા જતા માર્ગ ઉપર ઝેઝરી ગામના નેહડા ગામની સીમમાં આવેલા રહેમતખાન ઉંમરખાન મલેકના ખેતર કે જે યાસીનખાન ઉર્ફે મુન્નાએ ગીરવે રાખેલું હોઇ એ વાડીમાં કે એની આસપાસના જગ્યામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કટીંગની કામગીરી કરી રહ્યાં હતા.

તે દરમિયાન સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી જુદી-જુદી બ્રાન્ડની રૂ.12,33,000ની કિંમતની વિદેશી દારૂની બોટલો નંગ- 3408 તથા વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટ્રેલર સહિતનું ટ્રેક્ટર, કિંમત રૂ.2,00,000 તથા ટાટા ટ્રક, કિંમત રૂ.10,00,000 રોકડા રૂ.16,000 તથા મોબાઇલ ફોન- 2, કિંમત રૂ.10,500 તથા ટ્રકમાં ભરેલા લાકડાની અલગ-અલગ સાઇઝના પટ્ટીઓ કિંમત રૂ. 4,64,896 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.28,94,936નો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો.

આ દરોડામાં સુરેન્દ્રનગર એલસીબી ટીમે ટ્રક ચાલક શ્યામોહમ્મદ જીદેખાન ( રહે-જેસલમેર ) અને ટ્રક ક્લીનર મુસ્તાકખાન અલ્લાબક્ષખાન ( રહે-જેસલમેર )ને પકડી પાડ્યા હતા. તેમજ અન્ય આરોપીઓ રેડ દરમિયાન હાજર નહીં મળી આવતા એમને ઝબ્બે કરવાની કાર્યવાહી કરી હતી. બજાણા પોલીસ મથકે દારૂ અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.