ચોખાના કટ્ટાની આડમાં આવેલો અડધા કરોડનો મુદામાલ ઝડપાયા: એકની ધરપકડ, ત્રણ ફરાર
પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં વિદેશી દારુના કટીંગ વેળાએ એલસીબીની ટીમેે દરોડો પાડયો હતો. જેમાં 7186 વિદેશી દારુની બોટલો, 564 બીયરના ટીન, ટ્રક, પીકઅપ ગાડી, ચોખા ભરેલા 650 કોથળા સહીત કુલ રુપિયા 49,94,020નો મુદામાલ કબજે કર્યો છે.
સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં વિદેશી દારુના કટીંગ થઇ રહયાની એલસીબીને મળેલી બાતમીનાં આધારે ટીમે દરોડો પાડયો હતો. જેમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારુ લાવવામાં આવ્યો હતો. આ દરોડોમાં 7186 વિદેશી દારુની બોટલો, 564 બીયરના ટીન, ટ્રક, પીકઅપ ગાડી, ચોખા ભરેલા 650 કોથળા સહીત કુલ રુપિયા 49,94,020નો મુદામાલ સાથે ટ્રકનો ક્લીનર ઝડપાયો હતો. દરોડા દરમ્યાન 3 શખ્સો નાસી છુટયા હતા. જયારે ટ્રકનાં ચાલકની પુછપરછમાં દારુ મંગાવનારા બુટલેગર પીપળી ગામનો વસંત કાનજી વાણીયા હોવાનું ખુલ્યુ છે.
વિદેશી દારુનો જથ્થો હરીયાણાથી આવ્યો હોવાનુ બહાર આવ્યુ છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના પીએસઆઇ એન.એ.ડાભી ચલાવી રહ્યાં છે.