1788 બોટલ દારૂ, ટ્રક અને પીકઅપવાન મળી રૂ.34 લાખનો મુદામાલ કબ્જે: ગેડીયાના બે શખ્સો ફરાર
અમદાવાદ-કચ્છ ધોરી માર્ગ પર આવેલા માલવણ ચોકડી પાસે સેડલા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ એલ.સી.બી.એ દરોડો પાડી રૂ.16 લાખની કિંમતનો 1788 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. બે વાહન અને દારૂ મળી રૂ.34 લાખનો મુદામાલ કબ્જે કરી ગેડીય ગામના બે બુટલેગર સહિત પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ સૌરાષ્ટ્ર પ્રવેશ દ્વાર ઝાલાવડ પંથકમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થતી હેવાની સુરેન્દ્રનગર એસ.પી. હરેશ દુધાતે આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઈ. વી.વી. ત્રિવેદી, સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.પાટડી તાલુકાના ગેડીયા ગામના સોહરાબખશન બીસ્મીલ્લાખાન મલેક અને સાહીરખાન અલીખા મલેક સહિત બંને શખ્સોએ આર.જે. 2 જીએ 7202 નંબરનાં ટ્રકમાં વિદેશી દારૂ ભરેલા ટ્રક સેડલા ગામની સીમમાં કટીંગ થતુ હોવાની એલ.સી.બી.ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન રૂ.16 લાખની કિંમતનો 1788 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. બે વાહન અને દારૂ મળી રૂ. 34 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન નાશી છૂટેલા ગેડીયા ગામના બે શખ્સ, ટ્રક, પીકઅપ વાનના ચાલક અને મોકલનાર સહિત પાંચની શોધખોળ હાથ ધરી છે.