સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદે દબાણ અને ખાનગી તેમજ સરકારી માલીકીની જમીન અને પ્લોટો પર દબાણ સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે પાટડી ખાતે આવેલ માલીકીના ખુલ્લા પ્લોટમાં ગામતળ વાળી જમીન પર ગેરકાયદે કબ્જો અને દબાણ અંગે લેન્ડ ગેંબીંગ એક્ટ હેઠળ શખ્સ સામે ગુન્હો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ કલોલના રાચરડા ખાતે રહેતા અને મુળ પાટડીના રઘુવિલાસ પેલેસના ગોપાલસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈની પાટડી ગામના સર્વે નંબર 1347 પૈકી-3 તથા 1347 પૈકી-4 ખાતા નં. 1388 અને 1347 પૈકી-3 વાળી જમીન વડવા પ્રતાપસિંહજી નારણસિંહજી દેસાઈ (પાટડી સ્ટેટ)ના છેલ્લા રાજવીના ફરિયાદી સહિત 11 જેટલા પરિવારજનો કાયદેસરના વારસદાર છે. આ વડીલોપાર્જીત જમીનમાં વર્ષોથી ખેતી કરતા હતા પરંતુ પાટડીનો વિકાસ થતાં ખેતીકામ બંધ કરી દીધા બાદ આ જમીન પર છેલ્લા બે વર્ષથી પાટડી ખાતે રહેતા ગીધાભાઈ મેરૂજી ઠાકોર દ્વારા માલીકીની જમીનમાં ગામતળના ખુલ્લા પ્લોટમાં પશુઓ બાંધી પતરાનો શેઈડ બનાવી ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલ છે જે અંગે અનેક વખત ફરિયાદીએ આ જમીન ખાલી કરવા રજુઆત કરી હતી પરંતુ વડિલો પાર્જીત આ જમીન ખાલી કરવામાં ન આવતા તેમજ કબ્જો ન સોંપતા અંતે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગેરકાયદેસર કબ્જો કરનાર ગીધાભાઈ મેરૂજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.