મોલના કેશિયરે બીલ માગવા મામલે થયેલી માથાકૂટનો ખાર રાખી બુટલેગરે કર્યો ખૂની હુમલો: એલસીબીએ શખ્સને દબોચી લીધો
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
ઝાલાવાડ પંથક સહિત હાઈવે પર વાહનોને લૂટતી ગેડીયા ગેંગના સાગરીતોએ પાટડી નજીક આવેલા ફુડ બોલમાં ફરી એકવાર લખણ ઝળકાવ્યા છે.જેમાં ફુડ મોલમાં વસ્તનિા પૈસા માંગવાની માથાકૂટમા સમાધાન બાદ ગેડીયા ગેંગના સાગરીતે કેશિયર અને મેનેજર પાસે રૂ.15,000ની ખંડણી માગી ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ મુખ્ય સુત્રધારને દબોચી લીધશે હતો.
હાઈવે પર લૂંટ અને વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવાના ગૂનાઓમાં સામેલ ગેડીયા ગેંગ સામે પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું હતુ જેમાં પોલીસે અગાઉ પિતાપુત્રશેના એન્કાઉન્ટર પણ કર્યા હતા. ત્યારે ફરી એકવાર ગેડીયા ગેંગના સાગરીતોએ લખણ ઝળકાવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબપાટડી તાલુકાના કચોલિયાના બોર્ડ પાસે આવેલી હોટલ ઇસ્કોન ફુડ મોલમાં કુલદીપસિંહ લખુભા દરબાર કેશીયર તરીકે કામ કરે છે અને હોટલમાં અન્ય 25 લોકો પણ કામ કરે છે. ત્યારે પાટડી તાલુકાના ગેડીયા ગામનો આસીફખાન નશીબખાન મલેક અને અન્ય એક અજાણ્યા શખ્સે હોટલ પર આવીને તમારે અહીં હોટલ ચલાવવી હોય તો દર મહિને રૂ. 15,000નો હપ્તો આપવો પડશે એમ કહી કેશીયર સહિતના હોટલના સ્ટાફ પર એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા અફડાતફડી મચી જવા પામી હતી.
જેમાં એક ગોળી હોટલની દિવાલ પર બે ગોળી હોટલનો સ્ટાફ નીચે બેસી જતા બચી ગયેલા અને બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી બે આરોપીઓ ગાડીમાં ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે આ હોટલના કેશીયર કુલદીપસિંહ લખુભા દરબારે ગેડીયા ગામના આસીફખાન નશીબખાન મલેક અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ ફરીયાદના આધારે ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા બંને આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં થી એક આરોપી આસિફ ખાન ને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે.
આ બંને આરોપીઓ અવારનવાર આ ઇસ્કોન ફુડ મોલ હોટલ પર આવી મફતમાં ઠંડા પીણા અને સીગરેટ સહિતનો સામાન લઇ બંદૂકની અણીએ અહીં હોટલ ચલાવવી હોય તો રૂ. 15,000નો હપ્તો માંગવાની સાથે ધાકધમકી આપતા હતા. અને બીકના માર્યા અત્યાર સુધી પોલિસ ફરીયાદ ન નોંધાવી હોવાનું હોટલના સ્ટાફે પોલિસને જણાવ્યું હતુ.હાલ માં એક આરોપી ની અટકાયત કરવા માં આવી છે અન્ય એક આરોપી ફરાર બન્યો છે તેની શોધ ખોળ પણ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવા માં આવી છે..સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત ઘટાડતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના પાટડી માલવણ નજીક ઇસ્કોન હોટલમાં ફાયરિંગની ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે જાહેરમાં કાયદો અને વ્યવસ્થા ના વટાણા વેરાયા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ બાબતની જાણ થતા તાત્કાલિક પણે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઘટના દોડી ગઈ હતી અને વિવિધ પ્રકારની માહિતીઓ મેળવી અને લોકલ ક્રાઈમ રાતની ટીમ દ્વારા મોડી રાત્રે ફાયરીંગ કરનાર મુખ્ય આરોપી આસિફ ખાનની અટકાયત કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુનાહિત ઈતિહાસ ધરાવતો શખ્સ હોવા છતાં આસીફખાન પાસે હથિયારનું લાયસન્સ
માલવણ હાઈવે પરનાં ઈસ્કોન મોલમાં પાંચ રાઉન્ડ ફાયરીંગ કરનાર માથાભારે આસીફખાન મલેક ગુનાહિત ઈતિહાસ ધરાવતો શખ્સ હોવા છતાં તેની પાસે હથિયારનું લાયસન્સ છે. 2019માં તેને હથિયારનું લાયસન્સ ઈસ્યુ થયું હતું. તે પહેલા 2014-15માં તેની સામે બે ગંભીર ગુના નોંધાયા હતા. તેમ છતાં લાયસન્સ ઈસ્યુ કેવી રીતે થયું.? લાયન્સ મળ્યા પછી પણ તેણે બે ગુના આચર્યા હતા. તેમ છતાં તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યુ ન હતું, કોણ જવાબદાર…? તેવુ ચર્ચાઇ રહ્યો છે. આ અંગે ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી. પુરોહિતનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ કે, હથિયારનો પરવાનો રદ કરવા અંગે અમારી કચેરીએથી કાર્યવાહી થઈ ગઇ છે, હવે પછીનો નિર્ણય કલેકટર કચેરીએથી લેવાનો થશે.