સુરેન્દ્રનગર-પાટડી રોડ પર આવેલા અણીન્દ્રા પાસે દિયોદર-જુનાગઢ રૂટની એસ.ટી. બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરી ખાડામાં પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એસ.ટી.બસના ક્ધડક્ટરનું મોત નિપજ્યું હતું. બસમાં મુસાફરી કરતા રિકરૂટ પોલીસ સ્ટાફ સહિત 40 ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

જૂનાગઢ-દિયોદર રૂટની બસના ચાલકે સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો: રિકરૂટ પોલીસ તાલિમ લેવા જતા ઘવાયા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દિયોદરથી જૂનાગઢ જઇ રહેલી એસ.ટી. બસ અણીન્દ્રા ગામ પાસે રાતે એકાદ વાગે પહોંચી ત્યારે બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરી પલ્ટી ખાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અમરેલી જિલ્લાના પાણીયા ગામના બસના ક્ધડક્ટર ઘેલાભાઇ વિરમભાઇ નામના 36 વર્ષના યુવાન ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાતા તેમનું મોત નીપજવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

જુનાગઢ દિયોદર રૂટની બસ રાત્રિ દરમિયાન દિયોદર થી જુનાગઢ તરફ જઈ રહી હતી તે દરમિયાન પાટડી રોડ ઉપર આવેલા અણીન્દ્રા ગામથી આશરે બે કિલોમીટર દૂર અચાનક બસ નું સ્ટેરીંગ લોક થઈ ગયું હતું. જેને લઇ ડ્રાઈવર સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી બેઠો હતો અને ત્યારબાદ સૌ પ્રથમ રોડની રોંગ સાઈડમાં બસ ઉતરી ગઈ હતી પરંતુ ત્યાંથી ડ્રાઇવર સમય સૂચકતા વાપરી અને બસને સ્પીડમાં હોવાના કારણે બહાર કાઢી લીધી હતી. પરંતુ રોડની સામે આવેલી ખાડામાં બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. 40 જેટલા પેસેન્જરને અકસ્માતને લઈ ગંભીર ઇજાઓ પહોંચી છે.

અકસ્માતની ઘટનાની જાણ થતા વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા જિલ્લા કલેકટર કેયુરભાઈ સંપટ તથા સ્થાનિક પ્રશાસન વિભાગ એસટી વિભાગ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી ગયું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યા છે.

અકસ્માતમાં મોટાભાગના ઇજાગ્રસ્ત મહિલા અને બાળકો હોવાનું બહાર આવ્યું છે. રિકરૂટ પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ પણ મધરાત્રીએ દોડતું બન્યું છે. ઇજાગ્રસ્તના પરિવાર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ડ્રાઇવરને પણ આ બનાવને લઈ ગંભીર ઇજાઓ પહોંચી છે.

મૃતક ઘેલાભાઈ ભુવા આહીરના મોતથી પરિવાર શોખ મગ્ન બન્યું છે. ઘેલાભાઈ ભુવા છેલ્લા દસ વર્ષથી કંડક્ટરમાં ફરજ બજાવે છે. સંતાનમાં એક પુત્ર છે. જુનાગઢ ડેપોમાં ફરજ બજાવે છે.

અકસ્માતમાં 40 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે પરંતુ તે પૈકીમાં મોટાભાગની મહિલાઓ રિક્રુટ પોલીસ કર્મચારીઓ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત તાલીમ લેતા પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. જોરાવનગર પોલીસ તથા અન્ય પોલીસ સ્ટાફ તાત્કાલિક મેડિકલ કોલેજ ખાતે દોડી આવ્યો છે અને તમામને સારવાર સારી રીતે મળે અને તાત્કાલિક મળે તેવા પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગે પણ હાથ ધર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.