યુવતીને ભગાડી જનાર શખ્સને  પોલીસે અમદાવાદથી દબોચી લીધો

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

આ બનાવની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી ખાતે રહેતો અને ખારાઘોડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો વિજય ગંગાસિંહ રાજપુરોહિત છેલ્લા એક મહિનાથી 21 વર્ષની યુવતીને મોબાઇલમાં ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને પોતાના રહેણાંક મકાનમાં અવારનવાર શારીરિક અડપલા કરી 3 વખત બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. વધુમાં 19 તારીખે 3 વાગ્યે યુવતીનો ભાઇ જાગી જતા એની બહેન ઘરે નહીં મળી આવતા તેઓ પાટડી પોલીસ મથકે પીએસઆઇ ડી.જે.ઝાલાને મળવા ગયા હતા. ત્યારે આરોપી વિજય રાજપુરોહિત યુવતીના ભાઇ સાથે જાણે કાંઇ જ બન્યુ ન હોવાનું ડોળ કરી પોલીસ મથકે એમની સાથે ગયો હતો. અને ત્યાં યુવતી ગુમ થયાની એના ભાઇએ લેખિત અરજી આપી હતી.

બીજા દિવસે યુવતીના પરિવારજનોને વિજય રાજપુરોહિત પર વહેમ જતા એમણે એને ફોન કરતા એણે જણાવ્યું હતું કે, હું તો અમદાવાદ છુ. બાદમાં યુવતીના પરિવારજનો પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા પાસે જઇને વિજય નામના શખ્સ પર યુવતીને ભગાડી જવાની શંકા વ્યક્ત કરતા પીએસઆઇએ પણ વિજય સાથે મોબાઇલ પર વાત કરીને એને પાટડી પોલીસ મથકે હાજર થવાનું જણાવતા એણે બીજા દિવસે આવવાનુ જણાવતા પોલીસને એની સમગ્ર હિલચાલ પર શંકા ગઇ હતી.

1645508847501

આથી પાટડી પોલીસે એના મોબાઇલ લોકેશનને ટ્રેસ કરી યુવતીના પરિવારજનોને સાથે રાખીને બંનેને અમદાવાદ પ્રહલાદનગર પાસેની રાજદીપ હોટલ પર દરોડો પાડી રજીસ્ટરમાં બંનેની સાચા નામની કરેલી નોંધના આધારે આરોપી વિજય રાજપુરોહિતને દબોચી લીધો હતો. ત્યારે ખારાઘોડા એસબીઆઇ બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો વિજય ગંગાસિંહ રાજપુરોહિત આ યુવતીને મોબાઇલમાં ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને પોતાના રહેણાંક મકાનમાં 3 વખત બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદના આધારે દુષ્કર્મ અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ બે યુવતીઓને પણ આરોપીના ચુંગાલમાંથી છોડાવી હતી : ઙજઈંઅગાઉ એક યુવતીને એક શખ્સે ફોન કરી છેડતી કરવાની ખંડણી માંગ્યાની ફરિયાદના આધારે આરોપીને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક કેસમાં એક માથાભારે શખ્સે એક યુવતીની છેડતી કરી એના સગાનું અપહરણ કરી ખંડણી માંગતા એની પણ તાકીદે અટક કરી સારી પેટે ધોલાઇ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.