પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત ડ્રેનેજના મેનહોલ, વાલ્વ ચેમ્બર, વોંકળા સફાઈની કામગીરી શરુ કરવામાં આવેલ છે.બે દિવસ પહેલા શહેરમાં વરસાદ પડેલ વરસાદના કારણે જે જે વિસ્તારમાં સમસ્યા ધ્યાનમાં આવેલ છે તેના અનુસંધાને આજ રોજ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ આ મીટીંગમાં સીટી એન્જી. ગોહિલ, અઢીયા, કોટક તથા દોઢિયા તથા નાયબ પર્યાવરણ ઈજનેર વિગેરે ઉપસ્થિત રહેલ ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી થી બંને સાઈડ વરસાદી પાણી ના નિકાલેઆર.આર.સી.સી બોક્સ ગટર આવેલ છે. ખુલ્લી ગટરના કારણે કચરો ભરાય જતા વરસાદી પાણી તથા ડ્રેનેજ પાણીનો નિકાલ ન થવાના કારણે આજુ બાજુના વિસ્તારમાં પાણી ભરવાનો ઉપસ્થિત થાય છે અને નિરાકરણ હાઈવે ઓથોરીટી દ્વારા સફાઈ કામગીરી હાથ ધરેલ છે. અને ભવિષ્યમાં આ ખુલ્લી બોક્સ ગટરો પર આર.આર.સી.સી ચાપણીયા હાઇવે ઓથોરીટી આ ઉપરાંત નવાગામ ચાલી રહેલ કામ તાત્કાલિક પૂર્ણ કરવા ચર્ચા કરવામાં આવેલ જેના અનુસંધાને આશરે 3-4 દિવસ કામ પૂર્ણ થઇ જશે.
પ્રિ-મોનસુન કામગીરી ધમધમી
વિશેષમા શહેરમા ચાલી રહેલ બ્રિજના કામના આંતર્ગર્ત સર્વિસ રોડ પર નાના મોટા પેચ વર્ક મેટલીંગ કામો કરવા મેયરએ સુચના આપેલ છે. શહેરના ચોમાસાની ઋતુમાં શહેરમાં આવેલ 29 નાના અને 23 મોટા વોકળાની સફાઈ પૂર્ણ થયેલ છે. હજુ પણ જે વોકળા પર સફાઈ કરવાનો રજુ પડેલ અધિકારીને સુચના આપવામાં આવેલ છે.આ ઉપરાંત શહેરમાં નાના મોટા પેચ વર્ક કામો બાકી હોઈ તે તાત્કાલિક પૂર્ણ કરવા મેયર જણાવેલ છે.