જામનગરની જીજી હોસ્પિટલમાં 7 જૂનના રોજ એસીબી દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પરંતુ, ટ્રેપની ગંધ આવી જતા તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે બાબતે એસીબીએ ગુનો નોંધી આરોપી પટાવાળાની શોધખોળ હાથ ધરી હતી. જે મળી આવતા એસીબીએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.j1

જામનગરની જી.જી હોસ્પિટલ મેડિકલ બોર્ડના પટાવાળા અશોક પરમારે એક શિક્ષક અરજદારને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા 45000ની લાંચની માંગણી કરી હતી અને રૂપિયા 20,000 તાત્કાલિક લઈ લીધેલા અને બાકી રહેતી લાંચની રકમ રૂપિયા 25 હજારની રોકડ સૌપ્રથમ આંગડિયા મારફતે મોકલવાનું ત્યારબાદ રૂબરૂ આવી આપી જવાનું ફરિયાદી દ્વારા એસીબીને જણાવવામાં આવ્યું હતું.j2 1

ત્યારબાદ જીજી હોસ્પિટલમાં એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી પટાવાળો અશોક પરમારે ફરિયાદી પાસેથી પંચની હાજરીમાં રૂપિયા 25,000 સ્વીકારેલ પરંતુ એસીબીની ટ્રેપનો શક પડી જતા લાંચ ની રકમ ફરિયાદીને પરત આપી દઈ ફરિયાદીના હાથમાં રખાવી ફરિયાદીનું કાંડુ બળજબરી પૂર્વક પકડી રાખી પાવડર વાળી નોટો નળના પાણીમાં ધોળાવી નાખી મુદ્દાની નોટ પર લગાવવામાં આવેલ પાવડરના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી લાંચ ની રકમ ફરિયાદીને પરત આપી દીધેલ અને અગાઉ પોતે લઈ લીધેલ રૂપિયા 20,000 પણ પરત આપી દેશે તેમ જણાવી બનાવ સ્થળેથી નાસી છૂટેલા આરોપી પટાવાળો અશોક પરમાર જે ફરાર હતો તેને આજરોજ ACB દબોચી લીધો છે અને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાગર સંઘાણી

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.