ઓસમ ડુંગર અને ગામમાં 2000 જેટલા વૃક્ષો વાવ્યા:કોરોનાકાળમાં સેવાકીય પ્રવૃત્તિ કરી
અબતક, ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી
રાજકોટના પાટણવાવમાં પીએસઆઈ યશપાલસિંહ. બી.રાણાએ ત્રણ વર્ષ ની ફરજ મા બહુ સારી-એવી નામના મેળવી છે તથા એક પોલીસ અધીકારી તરીકે પોતાની ફરજ અને કર્તવ્યનીષ્ઠા અને તેની કામ કરવાની આગવી ઢબ થી સારી કામગીરી ના લીધે પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુન્હેગારો મા એક ભય ઉત્પન્ન થયો કે કાંઈ કરાય નહી અહીંયા પીએસઆઈ યશપાલસિંહ રાણા છે.
આમ વાય.બી.રાણાએ સમાજ ના બન્ને પાસા સારા તથા ખરાબ બન્ને પર પુરતી પકડ રાખી હતી.અને વાય.બી.રાણાની ફરજ દરમ્યાન વિસ્તાર મા દારુ-જુગાર ની બદી ઓ સંપુર્ણ પણે ડામવામા આવી અને તે વાત નો પુરાવો એ છે કે વિસ્તાર મા કોઈ પણ ગામ ની જનતા ને પુછવામા આવે તો તેમ જ કહેશે કે અહી પાટણવાવમાં પીએસઆઈ તરીકે વાય.બી.રાણા છે.દારુ કે જુગાર નો કોઈ ધંધો કરાય નહી.
કોરાના કાળ અને લોકડાઉન ના સમય મા ગરીબ મજુર વર્ગ ના માણસો ને જરૂરી સહાય કર્યાના ઉત્તમ દાખલાઓ છે.તેમને પ્રક્રુતી પ્રેમ પણ અનહદ હતો જેની સાક્ષી પાટણવાવ ઓસમ ડુંગર ની તળેટી મા આશરે 2000 ની આસપાસ વાવેલા અને ઉછેરી ને મોટા કરેલ વ્રુક્ષો પુરે છે.
તેઓની પાટણવાવ થી વિદાય વેળાએ વિદાય સમારંભ દરમ્યાન જન મેદની ઉમટી પડી હતી જે પીએસઆઈ રાણા પ્રત્યેની લાગણી દર્શાવે છે.વિદાય સમારંભ વેળાએ લોકો ની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. પીએસઆઈ વાય.બી.રાણાને માત્ર પોલીસ સ્ટાફ નહી પરંતુ આખુ ગામ પોલીસ સ્ટેશન થી તેમના ઘર સુધી વળાવવા આવ્યુ હતુ અને આવા વિદાય સમારંભ ભાગ્યે જ ક્યાક ક્યાક જોવામા મળે છે.આમ એક સારા અધીકારી અને સારા વ્યક્તી ની પાટણવાવ પોલીસ સ્ટેશનમાથી વિદાય થતા ગામના લોકો તથા પોલીસ સ્ટાફ હીબકે ચડ્યુ હતુ.