જડીબુટ્ટી સપ્તાહ નિમિતે ઔષધિય રોપાઓનું વિતરણ તથા પતંજલિ આયુર્વેદિક ચિકિત્સાલયનું લોકાર્પણ: ૨૦૦ યોગ શિક્ષકોનું થશે સન્માન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
રાજકોટમાં આગામી શનિવાર તા.૨૯/૭/૨૦૧૭ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે પતંજલિ યોગપીઠના નિ:શૂલ્ક આયુર્વેદિક ચિકિત્સાલયનું લોકાર્પણ થશે. તેઓ વિનામૂલ્યે ઔષધીય રોપાઓનું વિતરણ કરીને જડીબુટ્ટી સપ્તાહનો પણ પ્રારંભ કરાવશે. આ પ્રસંગે ૨૦૦ થી વધુ યોગશિક્ષકોના સન્માન સાથોસાથ સૌરાષ્ટ્રના સૌ પ્રથમ પતંજલિ મેગામોલનું પણ ઉદઘાટન થશે.આ પતંજલિ પંચમ મહોત્સવની માહિતી આપતા પતંજલિના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું છે કે, ભારતના જન જન સુધી યોગથી આરોગ્યની જાગૃતિ જગાડનાર યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ દ્વારા દેશના તમામ શહેર-ગામડાને આરોગ્ય સેવા પહોંચાડવાના મહા અભિયાન હેઠળ રાજકોટમાં આ નિ:શૂલ્ક આયુર્વેદિક ચિકિત્સાલયનું લોકાર્પણ એક મહત્વનું કદમ છે.રાજકોટમાં પંચાયતનગર ચોક નજીક યુનિ. રોડ પર નિલમ ઈમ્પેક્ષ ખાતે આ કિલનીકનું લોકાર્પણ સવારે ૧૧:૦૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે થશે. વર્તમાન યુગના ધન્વંતરી આચાર્ય બાલકૃષ્ણજી મહારાજના જન્મદિનના અનુસંધાને ઉજવાતા ‘જડીબુટ્ટી સપ્તાહ’ નો પ્રારંભ પર્યાવરણ સુરક્ષા અને શુઘ્ધ વર્ષાજલ માટે વૈદિક હવન દ્વારા સવારે ૯:૦૦ કલાકે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પરમ પૂજય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (સંયોજક હિન્દુ ધર્મ આચાર્ય સભા મુંજકા) રહેશે તથા દિપ પ્રાગટય નરેશભાઈ પટેલ (ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ), જયદિપજી આર્ય (મુખ્ય કેન્દ્રિય યોગપીઠ હરિદ્વાર), અંજલીબેન ‚પાણી (પ્રભારી ભાજપ મહિલા મોરચો) કરશે.આ પંચમ મહોત્સવના મુખ્ય મહેમાનોમાં મોહનભાઈ કુંડારીયા (સાંસદ), જયેશભાઈ રાદડીયા (કેબીનેટ મંત્રી અન્ન, નાગરીક પુરવઠા, કુટિર ઉધોગ), ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન મ્યુ.ફાઈનાન્સ બોર્ડ), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય-રાજકોટ), જિલ્લા ભાજપ), કમલેશભાઈ મીરાણી (પ્રમુખ રાજકોટ શહેર ભાજપ), ડો.વિક્રાંત પાંડે (જિલ્લા કલેકટર-રાજકોટ), અનુપમસિંહ ગેહલોત (જિલ્લા પોલીસ કમિશનર-રાજકોટ), બંછાનિધી પાની (મ્યુ.કમિશનર-રાજકોટ), ભીખાભાઈ વસોયા (પૂર્વ પ્રમુખ-રાજકોટ), રમેશભાઈ ધડુક (અગ્રગણ્ય ઉધોગપતિ), જેન્તીભાઈ ઢોલ (ચેરમેન માર્કેટીંગ યાર્ડ- ગોંડલ) વગેરે હાજર રહી કાર્યક્રમની શોભા વધારશે.કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા પતંજલિ પરિવારના હેતલ દીદી (રાજય સમિતિ) શીશપાલજી (રાજય સ્વા.ઉ.ગુજ.), લક્ષ્મણભાઈ ગુરવાની (રાજય પ્રભારી – યોગ સમિતિ), વિનોદભાઈ શર્મા (સહ સમિતિ), દિનેશભાઈ પટેલ (સંરક્ષક-ભારત સ્વાભિમાન), જોગારામ (પ્રભારી યુવા ભારત- દ.ગુજરાત), લાલજીભાઈ સોલંકી (પ્રભારી કિશાન સેવા સમિતિ), સોનિકાબેન (સહ પ્રભારી મહિલા યોગ સમિતિ), ભાવિકભાઈ ખુંટ (પ્રાંત યુવા સહ પ્રભારી), નટવરસિંહ ચૌહાણ સમિતિ રા.જિલ્લા), કિશોરભાઈ પઢિયાર (યોગ ગુ‚), પ્રભુદાસભાઈ મણવર (જિલ્લા અધ્યક્ષ-કિશાન સેવા સમિતિ), ભદ્રેશ આર્ય (જિલ્લા સમિતિ), જયાબા પરમાર યોગ સમિતિ રા.જિ.), કિરણબેન માકડીયા (સહ યોગ સમિતિ રા.જિ.), ચમનલાલ ભાઈ (સમસ્યા સમાધાન પ્રભારી), ભરતભાઈ ઠકકર (સંગઠન મંત્રી રેખાબેન ધડુક (મહિલા તહસીલ પ્રભારી) વિગેરે કાર્યરત છે.અંતમાં આયોજકો નિલેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, નિતીનકુમાર પટેલ તથા ડેકોરા ગ્રુપના સંચાલકોએ રાજકોટની જનતાને આ ચિકિત્સાલય અને મેગામોલનો લાભ લેવા અનુરોધ કર્યો છે.