૨૧ જુન વિશ્ર્વ યોગ દિને વહિવટી તંત્ર સાથે પતંજલી યોગ સમિતિને પણ જવાબદારી સોંપાઈ
આગામી તા.૨૧ જુન વિશ્ર્વ યોગ દિને રાજકોટ શહેરના નાનામૌવા સર્કલ તથા સાધુ વાસવાણી રોડ પર આર.એમ.સી. ગ્રાઉન્ડ સાથે જિલ્લાના તાલુકા મથકોમાં પણ વહિવટી તંત્ર સાથે પતંજલી યોગ સમિતિને સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની વિગતો આપવા લક્ષ્મણ પટેલ, નટુભાઈ ચૌહાણ, મનોજભાઈ અકબરી, કિરણબેન માકડીયા, જયાબા પરમાર, પદમાબેન રાચ્છ, પ્રભુદાસભાઈ મણવર, કિશોરભાઈ પઢિયાર વિગેરેએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
તા.૨૧મી જુને નાનામૌવા સર્કલ તથા સાધુવાસવાણી રોડ પરના ગ્રાઉન્ડ પર સવારે ૫:૩૦ કલાકે ભુખ્યા પેટે, શેતરંજી સાથે શકય હોય તો સફેદ વસ્ત્રમાં પધારેલ બેઠક વ્યવસ્થા વહેલા તે પહેલાના ધોરણે હોય વહેલાસર પધારી પોત-પોતાની જગ્યા સંભાળી લેવી એવો લોકોને અનુરોધ છે. ભાઈઓ તથા બહેનોની બેઠક વ્યવસ્થા અલગ-અલગ રાખેલી છે.
આ ઐતિહાસિક રાષ્ટ્રીય માનવ સેવા સાથે ગૌરવવંતા કાર્યક્રમને સફળ, સુંદર આયોજન સંચાલનની જવાબદારી વહિવટી તંત્રના સહયોગ સાથે પતંજલી યોગ સમિતિ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટને સોંપવામાં આવી છે. આ માટે કેન્દ્રીય પ્રભારી ડો.જયદિપ આર્ય, ગુજરાત રાજય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, જિલ્લા પ્રભારી નટુભાઈ ચૌહાણ, યોગ ગુરુ કિશોરભાઈ પઢીયાર, મહિલા પ્રભારી જયાબા પરમાર, કિરણબેન માકડિયા તથા યુવા પ્રભારી ભાવિકભાઈ ખુંટ, મનોજભાઈ અકબરી, પદમાબેન રાચ્છ વિગેરે લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.